દેશમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસ સંક્રમણના કેસનીસાથે મોતની સંખ્યા પણ સતત વધી છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ 4 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. તાજેતરમાં ઘણા શહેરોમાં સ્મશાન ઘાટ પર મોટી સંખ્યામાં મૃતદેહ સળગાવવાના ફોટાઓ પણઆવ્યા હતા. ગંગા નદીમાં લાશો વહેતી મુકવાની ઘટનાઓ પણ બની છે. જો કે, હવે સ્થિતિ થોડી સુધરી છે. દરમિયાન પૂણેની એક અનોખી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાં એક વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર સમયે ચિતા પર અગ્નિદાહ આપતાં પહેલા જીવંત થઈ છે.મહારાષ્ટ્રના પુનાના મુધાલ ગામમાં રહેતા 78 વર્ષીય શકુંતલા ગાયકવાડને થોડા દિવસો પહેલા કોરોના સંક્રમણ લાગ્યું હતું. ઇન્ફેક્શનની પુષ્ટિ થતાં જ તેઓ હોમઆઈશોલેશન થઈ ગયા હતા. આ પછી, વયને કારણે તેમનામાં કેટલાક ગંભીર લક્ષણો પણ જોવા મળ્યા. 10 મેના રોજ તેના પરિવારના સભ્યો એમ્બ્યુલન્સથી હોસ્પિટલ જઈ રહ્યા હતા. તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચીને બેડની વ્યવસ્થા કરી રહ્યા હતા તે દરમિયાન શકુન્તલાબેન એમ્બ્યુલન્સમાં બહાર હતી. દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે આ પછી એમ્બ્યુલન્સ સ્ટાફે મહિલાને જોઇને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પરિવારે તેમના સંબંધીઓને જાણ કરી હતી. આ પછી મહિલાની ‘ડેડબોડી’ ગામમાં લઈજવામાં આવી હતી. તેના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ ત્યાં શરૂ કરી દેવામાં આવી હતી જેવી ચિતા પર સુવાડેલી શકુંતલા બેનની બોડીને પગે આગ લગાડવામાં આવી ત્યારે તે હોશમાં આવી ગઈ. તેણે પોતાની આંખો ખોલી અને રોવા લાગી. એ પછી તેને બારામતી સિલ્વર જ્યુબિલી હોસ્પિટલમાં દાખલ કરાઈ.આ ઘટનાની પુષ્ટી ગામના સ્વાસ્થ્ય અધિકારી સોમનાથ લાંડે પણ કરી છે.
