કોલકાતાઃ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો થયો હતો. જેના કારણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પગમાં ઈજાઓ પહોંચી હતી. અતાયરે મમતા બેનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની સારવાર કરી રહેલા ડોક્ટોરએ તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી હતી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, મમતા બેનર્જીના જમણા પગમાં સોજો છે અને ગંભીર ઈજા થઈ છે. તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, મમતા બેનર્જીના ડાબા પગની ઘૂંટીમાં પણ ગંભીર ઈજા થઈ છે. તેની સાથે જ પગ પર ઉઝરડાના નિશાન છે. આ ઉપરાંત જમણા ખભા ઉપર પણ ઈજા થઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મમતાના કાંડા અને ગરદન ઉપર પણ ઈજા થઈ છે. SSKM હૉસ્પિટલના ડૉક્ટર એમ. બધોપાધ્યએ જણાવ્યું કે મુખ્યમંત્રીને આગામી 48 કલાક સુધો ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
એક સીનિયર ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીને આ પરિસરના બાંગુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સમાં MRI માટે લઈ જવામાં આવ્યા. મમતા બેનર્જીનો ઉપચાર કરી રહેલી મેડિકલ ટીમ સાથે જોડાયેલા આ ડૉક્ટરે જણાવ્યું કે, મુખ્યમંત્રીના ડાબા પગનો એક્સ-રે પાડવામાં આવ્યો. અમે MRI પણ કરાવવા માંગતા હતા. તેમની ઈજાનું આકલન કર્યા બાદ સારવારની આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.
તેઓએ જણાવ્યું કે, MRI કર્યા બાદ મુખ્યમંત્રીને ફરી વિશેષ વોર્ડમાં લાવવામાં આવી શકે છે. ડૉક્ટરે કહ્યું કે, તેમને રજા આપતાં પહેલા અમારે તેમની સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. રાજ્ય સરકારે મમતા બેનર્જીના ઉપચાર માટે પાંચ સીનિયર ડૉક્ટરોની એક ટીમ બનાવી છે.