નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર સામે બચવા માટે કોરોના ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. ત્યારે લોકો માસ્ક અંગે પણ ગણા બેદરકાર રહે છે. અનેક લોકો માસ્કને લાંબા સમય સુધી સતત લગાવતા રહે છે. પરંતુ હલે જાણવા મળ્યું છે કે એક જ માસ્કને લાંબા સમય સુધી પહેરી રાખવાથી પણ બ્લેક ફંગસ થઈ શકે છે. કોરોના મહામારીની બીજી લહેરની વચ્ચે બ્લેક ફંગસનો ખતરો વધી રહ્યો છે અને તેના અનેક કેસ પણ આવી રહ્યા છે.
13 રાજ્યો તેને મહામારી જાહેર કરી ચૂક્યા છે. આ સમયે એમ્સના ન્યૂરોસર્જરી પ્રોફેસર ડો. પી શરત ચંદ્રનું કહેવું છે કે ફંગસ ઈન્ફેક્શન નવું નથી કેમકે મહામારીના આધારે તે વધ્યું નથી. તેનું કોઈ કારણ સામે આવ્યું નથી પણ જેમ જેમ મહામારી વધી રહી છે તેમ તેમ તેના કેસ શા માટે વધી રહ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે તેની પાછળ એકથી વધારે કારણો હોઈ શકે છે.
ડોય ચંદ્રાએ કહ્યું કે બ્લેક ફંગસ થવાનું કારણ અનિયંત્રિત ડાયાબિટીસ, ટોસીલીમુજૈબની સાથે સ્ટીરોઈડનો સિસ્ટમેટિક પ્રયોગ, વેન્ટિલેશન પર દર્દી, સપ્લીમેન્ટલ ઓક્સીજન લેવો હોઈ શકે છે. જો કોરોનાની સારવાર 6 અઠવાડિયામાં તેમાંથી કોઈ પણ ફેક્ટર્સ છે તો તેને બ્લેક ફંગસનો ખતરો વધી શકે છે.
આ સિવાય સિલિન્ડરથી સીધો કોલ્ડ ઓક્સીજન આપવાનું પણ ખતરનાક બની રહ્યું છે અને 2-3 અઠવાડિયા સુધી સતત એક જ માસ્કનો ઉપયોગ કરવાથી પણ બ્લેક ફંગસની શક્યતા વધે છે. ડો. ચંદ્રાએ કહ્યું છે કે એવા લોકોને બ્લેક ફંગસની શક્યતા વધારે રહે છે જેમને એન્ટી ફંગલ ડ્રગ પોસાકોનાજોલ આપવામાં આવી રહ્યા છે.