Waqf Amendment Bill: લોકસભામાં અમિત શાહનો પ્રહાર: PM મોદીએ કેવી રીતે લાલુ યાદવની ઈચ્છા પૂરી કરી?
Waqf Amendment Bill : વકફ સુધારા બિલ પર લોકસભામાં ગરમાગરમ ચર્ચા થઈ રહી છે. શાસક NDA આ બિલના સમર્થનમાં એકજુટ છે, જ્યારે વિપક્ષ પણ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે વિરોધ કરી રહ્યું છે. આ હીટેડ ડિબેટ દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું અને વિપક્ષ પર તીખા પ્રહારો કર્યા.
ચર્ચા દરમિયાન, આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ લાલુ યાદવની એક મહત્વપૂર્ણ ઈચ્છા પૂરી કરી છે. આ નિવેદન બાદ સદનમાં હોબાળો મચી ગયો.
લાલુ યાદવની કઈ ઈચ્છા હતી, જે PM મોદીએ પૂરી કરી?
અમિત શાહે સ્પષ્ટતા કરતા કહ્યું કે લાલુ યાદવ વર્ષો પહેલા જ વકફ બોર્ડની મનમાની પર નારાજ હતા. તેઓ માની રહ્યા હતા કે સરકારી અને ખાનગી મિલકતો પર ગેરકાયદે કબજો થઈ રહ્યો છે. તે સમયે લાલુ યાદવે કડક કાયદાની માંગ કરી હતી, જેથી ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર કબજા કરનારા પર પગલાં લઈ શકાય.
શાહે લાલુ યાદવનું જૂનું નિવેદન સંસદમાં યાદ કરતાં કહ્યું:
“ખૂબ કડક કાયદો બનાવવો જોઈએ. સરકારી અને ખાનગી જમીન લૂંટી લેવાઈ છે. પ્રાઈમ લેન્ડ પણ ગેરકાયદેસર રીતે વેચાઈ ગઈ છે. હવે કડક કાયદો લાવવો જ જોઈએ, ચોરોને જેલ ભેગા કરવા પડશે.”
વિપક્ષને ખોટું સાબિત કરવા અમિત શાહનો તર્ક
આ નિવેદન ટાંકીને શાહે વિપક્ષને ઘેરી લીધું અને કહ્યું, “લાલુ યાદવની આ ઈચ્છા તમે (વિપક્ષ) પૂરી કરી નથી, પરંતુ પીએમ મોદીએ કરી છે!” NDA સરકારે વકફ સંપત્તિ અને જમીન સાથે જોડાયેલા ગેરકાયદેસર કબજાઓને રોકવા માટે કડક બિલ રજૂ કર્યું છે.
ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પણ આક્ષેપ કરતાં કહ્યું કે UPA સરકારમાં એવા નિયમો બનાવવામાં આવ્યા કે કોઈ વકફ બોર્ડના નિર્ણયો સામે કોર્ટમાં જવા પણ ન શકે! NDA આ નીતિને બદલવા માંગે છે જેથી સૌ કોઈને ન્યાય મળી શકે.
વકફ સુધારા બિલથી શું બદલાશે?
કોઈપણ જમીન ફક્ત “વકફ મિલકત” જાહેર કરવાથી વકફની proprioty નહીં ગણાય.
પુરાતત્વ વિભાગ, આદિવાસી અને સામાન્ય નાગરિકોની જમીનને સુરક્ષા મળશે.
ગેરકાયદેસર કબજાખોરો સામે કડક પગલાં ભરવામાં આવશે.
આ બિલ પર લોકસભામાં હજી ચર્ચા ચાલુ છે, પણ શાહના આ નિવેદન બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. હવે જોવું રહ્યું કે વિપક્ષ આ મુદ્દે કઈ નવી વ્યૂહરચના અપનાવે છે.