Waqf Act: વકફ કાયદા સામે દેશમાં ઉગ્ર વિરોધ – અનેક શહેરોમાં મુસ્લિમ સમુદાય રેસ્ટે ઉતર્યું
Waqf Act 11 એપ્રિલ, 2025ના રોજ દેશના ઘણા રાજ્યોમાં વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઉગ્ર પ્રદર્શન થયું. પશ્ચિમ બંગાળથી લઈને મુંબઈ, શ્રીનગર, જયપુર અને લખનૌ સુધી અનેક સ્થળોએ નારાબાજી, રેલીઓ અને રાજકીય નેતાઓની ધરપકડોની ઘટનાઓ સામે આવી. મુસ્લિમ સમુદાયના વિવિધ સંગઠનો અને રાજકીય નેતાઓએ વકફ કાયદાને “મનસ્વી અને ભેદભાવપૂર્ણ” ગણાવીને તેને પાછો ખેંચવાની માંગ કરી છે.
#WATCH | Students from Aliah University stage a protest against the Waqf (Amendment) Act in Kolkata, West Bengal. pic.twitter.com/q1cyVOeMTV
— ANI (@ANI) April 11, 2025
કોલકાતા: વિદ્યાર્થી સંઘર્ષનું મંચ બન્યું
કોલકાતાની આલિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર રેલી કાઢી અને વકફ કાયદા વિરુદ્ધ નારાબાજી કરી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે નવા કાયદા હેઠળ સમુદાયની મિલકતો પર જ દખલ થવાનો ભય છે અને સરકાર ભેદભાવભરી નીતિ અપનાવી રહી છે.
#WATCH | Mumbai, Maharashtra: Police detains AIMIM National Spokesperson Waris Pathan and other party leaders and workers who were protesting against the Waqf Amendment Bill. pic.twitter.com/OyLVI2Evzj
— ANI (@ANI) April 11, 2025
મુંબઈ: AIMIM નેતાની અટકાયત
મુંબઈના ભાયખલા વિસ્તારમાં AIMIM દ્વારા શાંતિપૂર્ણ વિરોધ આયોજન કર્યું હતું, જેમાં પાર્ટીના નેતા વારિસ પઠાણ પણ સામેલ હતા. પ્રદર્શન દરમિયાન પોલીસે પઠાણ અને અન્ય કાર્યકરોની અટકાયત કરી, કારણકે વિરોધ માટે પૂર્વ પરવાનગી નહીં હતી. પઠાણે આ કાયદાને “કાળો કાયદો” ગણાવ્યો અને કહ્યું કે કાનૂની લડત સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, જેમાં 16 એપ્રિલે સુનાવણી નિર્ધારિત છે.
લખનૌ: શિયા સમુદાયનો વિરોધ
લખનૌમાં શિયા નેતા કલ્બે જવાદના નેતૃત્વમાં શુક્રવારની નમાજ બાદ વિરોધ પ્રદર્શન થયું. લોકો પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઉતર્યા અને વકફ સુધારા વિરુદ્ધ નારાબાજી કરી. તેમની મુખ્ય માંગ હતી કે વકફ કાયદામાં સમુદાયના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
#WATCH | Uttar Pradesh: Protest held at Aasifi Masjid in Lucknow after Friday prayers, under the leadership of Shia cleric Maulana Syed Kalbe Jawad, against #WaqfAmendmentAct. They also protested against the demolition of the sacred cemetery of Jannatul Baqi in Medina, Saudi… pic.twitter.com/9YNy4DQA84
— ANI (@ANI) April 11, 2025
શ્રીનગર અને જયપુર: રાજકીય પક્ષો પણ સંકળાયા
જમ્મુ કાશ્મીરમાં પીડીપીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે મુસ્લિમ સમુદાયને હાંસિયામાં ધકેલવા માટે વકફ કાયદાનો ઉપયોગ થઈ રહ્યો છે. શ્રીનગરમાં પાર્ટી કાર્યાલય બહાર દેખાવો થયા. જયપુરમાં કુરેશીયાન મસ્જિદ બહાર પણ નમાજ બાદ વિરોધ નોંધાયો.
વકફ કાયદા સામે ઉઠેલા આદેશને હવે એક સામૂહિક અવાજ મળ્યો છે. અનેક રાજ્યો અને અલગ અલગ પંથોવાળા લોકોનું સરકાર સામે વિરોધ દર્શાવવું એ દર્શાવે છે કે કાયદાને ફરીથી જોઈવાની જરૂર છે. હવે જોવાનું એ છે કે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર આ વિરોધને કેવી રીતે હેન્ડલ કરે છે.