વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાયે કહ્યું કે VHP અયોધ્યામાં રામ મંદિર માટે જમીનનો ટૂકડો નહીં આખીય જમીન જોઈએ. જમીનના ભાગલાની ઈલ્હાબાદ હાઈકોર્ટની ફોર્મ્યુલા અમને મંજુર નથી. અયોધ્યામાં આયોજિત ધર્મસભામાં રાયે કહ્યું કે જમીનના ભાગલાની ફોરમ્યુલા અમને જરાય મંજુર નથી.
VHPના મહામંત્રીએ વધુમાં કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હિન્દુઓનું સપનું છે અને તે કોઈ પણ સંજોગોમાં બનીને રહેશે.
જોકે, ભાગલાના કોઈ પણ ફોર્મ્યુલાનો તેમણે ખુલાસો કર્યો ન હતો. બસ તેમણે રામ મંદિર જ જોઈએ છે અને મુસ્લિમ સમાજની લાગણીઓને ઠોકરે મારવા સિવાય વિહિપ પાસે બીજી કોઈ અપેક્ષા પણ રાખી શકાય એમ નથી.
આ અંગે અયોધ્યા વિવાદના મુખ્ય અરજદાર સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુકીએ રાયના નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે મુસ્લિમ સમાજ તરફથી કોઈ ફોર્મ્યુલા આપવામાં આવી નથી. વકફ બોર્ડે પણ આપી નથી.
VHPના નેતાએ કહ્યું કે જ્યાં સુધી મીડિયામાં વાંચ્યું છે તેમાં મુસ્લિમવાદીઓ દ્વારા અયોધ્યામાં એક તૃતિયાંશ જમીન છોડીને બાકીની જમીન રામ મંદિર જન્મભૂમિને આપવાની વાત કરવામાં આવી રહી છે. પણ અમે આવો કોઈ વાયદો કર્યો નથી.
બીજી તરફ ફારુકીએ કહ્યું કે હિન્દુવાદીઓ ક્યારેય પણ વાતચીતના ફ્લોર આવ્યા જ નથી. વાદી ઈચ્છે તો વાતચીત કોઈ ઈન્કાર નથી. વાતચીત કરવા અંગે અમે ક્યારેય પણ ના પાડી નથી. મુદ્દો એ છે કે વાતચીત કોની સાથે કરવાની છે. જો વાતચીત કરવાની હોય તો કેન્દ્ર સરકારે તેમાં મધ્યસ્થી કરવાની રહે છે અથવા તો જેઓ અરજદાર છે તે જ વાતચીત કરી લે. પછી આજુબાજુના લોકોની કોઈ જરૂર નથી.
જણાવી દઈએ કે 2010માં ઈલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદ અંગે ચૂકાદો આપતા કહ્યું હતું કે એક તૃતિયાંશ જમીન મુસ્લિમોને આપવામાં આવે અને જ્યારે બાકીની જમીન બે પક્ષકારોને આપવામાં આવે. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.