ઉત્તરરાખંડઃ ઉત્તરાખંડના સીએમનુ પદ સંભાળ્યાના થોડા જ દિવસોમાં તીરથસિંહ વિવાદોમાં ફસાઇ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તીરથસિંહ જ્યારે સીએમ બન્યા ત્યારે તેમના વખાણ કર્યા હતા. જોકે બાદમાં તીરથસિંહે નિવેદનો આપવાનું શરૂ કર્યું તો તેમના જ્ઞાન પર સવાલો ઉઠવા લાગ્યા છે. અગાઉ તેઓએ કહ્યું હતું કે મહિલાઓ યુવતીઓએ ફાટેલા જિન્સ ન પહેરવા જોઇએ. તેમના આ નિવેદનની મહિલા સંગઠનો અને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઇ હતી. સતત વિવાદોમાં રહેલા ઉત્તરાખંડના સીએમ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાવતે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જાણકારી આપી છે, તેમણે પોતાને આઈસો લેટ કર્યા છે. તેમણે અપીલ પણ કરી છે કે મારા સંપર્કમાં આવેલા તમામ લોકો સાવધાની રાખે અને પોતાની તપાસ પણ કરાવે, હું સ્વ્સ્થ છું અને મને કોઈ પરેશાની નથી થઈ રહી. ડોક્ટર્સની નજર હેઠળ હું આઈસોલેશન હેઠળ છું. તીરથ સિંહ રાવત થોડાક દિવસ પહેલાં હરિદ્વારમાં આયોજી ત કુંભમાં શામેલ થયા હતા.
તીરથસિંહ જ્યારથી સીએમ બન્યા છે ત્યારથી વિવાદોમાં આવી ગયા છે. દરરોજ તેમના નામે એક વિવાદ બહાર આવી રહ્યો છે. ભાજપે પણ હવે તેમને ચૂપ રહેવા માટે આદેશ આપવો પડે તેવી સ્થિતિ છે. ફાટેલા જીન્સને લઇને વિવાદોમાં આવેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રવિવારે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. ફાટેલા જિન્સ યુવતીઓએ ન પહેરવા જોઇએ તેવી સલાહથી ભારે ટિકાનો સામનો કરી રહેલા તીરથસિંહ રાવતે હવે કહ્યું છે કે લોકોમાં સરકાર દ્વારા વહેચવામાં આવેલા ચોખાને લઇને જલન પણ થવા લાગી છે કે બે સભ્યો વાળા લોકોને 10 કિલો જ્યારે 20 સભ્યો વાળાને એક ક્વિંટલ અનાજ કેમ આપવામાં આવ્યા?
બાદમાં રાવતે કહ્યું કે ભાઇ આમા દોષ કોનો છે? જેમણે બે બાળકો પેદા કર્યા તેનો કે પછી 20 પેદા કર્યા તેનો? જેણે બે બાળકો પેદા કર્યા તેને બે ક્વિંટલ અનાજ મળી રહ્યું છે એમા બળતરા કેમ થઇ રહી છે? જ્યારે સમય હતો ત્યારે તમે પણ બે જ બાળકો પેદા કર્યા હતા 20 કેમ ન કર્યા? આ દરમિયાન ઉત્તરાખંડના સીએમએ કોઇ ધર્મ કે જાતીનું નામ નહોતુ લીધુ,
ઉત્તરાખંડના સીએમ તીરથસિંહે ફાટેલા જિન્સ, બાળકો પેદા કરવા જેવા નિવેદનની સાથે હવે એક વિચિત્ર પ્રકારનો દાવો કર્યો હતો. તીરથસિંહે કહ્યું હતું કે અમેરિકાએ ભારત પર 200 વર્ષ સુધી શાસન કર્યું છે. રવિવારે એક કાર્યક્રમમાં બોલતી વેળાએ તીરથસિંહે કહ્યું કે અન્ય દેશોની તુલનાએ ભારત કોરોના જેવી મહામારીમાંથી બહાર આવવામાં સફળ રહ્યું છે. જ્યારે અમેરિકા કે જેણે ભારતને 200 વર્ષ સુધી ગુલામ બનાવીને રાખ્યું અને દુનિયા પર રાજ કર્યું તે હાલ કોરોના મહામારી સામે ભારે સંઘર્ષ કરી રહ્યો છે.