UPI ની તાકાતથી ભારતમાં ડિજિટલ લેનદેનમાં રેકોર્ડ તોડ વધારો
ભારતમાં ડિજિટલ ક્રાંતિ ઝડપથી આગળ વધી રહી છે અને તેની કમાન સ્પષ્ટ રીતે UPI (યૂનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ)ના હાથમાં છે. 2024ના બીજા ભાગમાં, મોબાઇલ પેમેન્ટનું કુલ મૂલ્ય રૂ. 198 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જે દેશની નાણાકીય વ્યવસ્થામાં એક મોટી સિદ્ધિ ગણાય.
UPI – એક અનોખી સફળતા ગાથા
UPIના માધ્યમથી થયેલા લેનદેનમાં વર્ષે 31% નો વધારો થયો છે અને કુલ મૂલ્ય રૂ. 130 લાખ કરોડને પાર ગયું છે. યુઝર્સની સંખ્યા પણ ધમધમતી રહી છે – 63.34 કરોડ UPI QR કોડ આજ દિન સુધી એક્ટિવ ઉપયોગમાં છે.
2024ના બીજા ભાગ દરમિયાન, 93.23 બિલિયન (9,323 કરોડ) ટ્રાન્ઝેક્શન થયાં – જે 42%નો વાર્ષિક વધારો દર્શાવે છે.
P2P અને P2M – બંને ફ્રન્ટ પર તગડો ટ્રાફિક
P2P (વ્યક્તિથી વ્યક્તિ): ₹93.84 લાખ કરોડ (26% વૃદ્ધિ)
P2M (વ્યક્તિથી વેપારી): ₹36.35 લાખ કરોડ (43% વૃદ્ધિ)
વ્યવહારોની સંખ્યા:
P2P ટ્રાન્ઝેક્શન્સ: 3521 કરોડ (30% વધારો)
P2M ટ્રાન્ઝેક્શન્સ: 5803 કરોડ (50% વધારો)
તમામ આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે લોકો માત્ર મોટા વ્યવહારો માટે નહીં પણ દૈનિક નાની ચૂકવણી માટે પણ UPIને પસંદ કરે છે.
કાર્ડ સામે મોંઘા, UPI સાદો અને ઝડપી
જો કાર્ડ વ્યવહારો સાથે તુલના કરીએ:
કુલ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ: 410 કરોડ (11% વૃદ્ધિ)
ડેબિટ કાર્ડ: 82 કરોડ (29% ઘટાડો)
ક્રેડિટ કાર્ડ: 242 કરોડ (36% વૃદ્ધિ)
કાર્ડ લેનદેનનું કુલ મૂલ્ય: ₹13.64 લાખ કરોડ
ક્રેડિટ કાર્ડ: ₹10.76 લાખ કરોડ (14% વૃદ્ધિ)
ડેબિટ કાર્ડ: ₹2.55 લાખ કરોડ (16% ઘટાડો)
ફોનપે, ગુગલ પે અને પેટીએમનો દબદબો
UPI વ્યવહારોમાં હિસ્સો:
ટ્રાન્ઝેક્શન સંખ્યામાં: 93%
ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં: 92%
આ એપ્સે સ્થાનિક મંડીઓથી લઈને નેશનલ ઈકોનોમી સુધીમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.