નવી દિલ્હી: પ્રદૂષણ બાબતે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન યૂપી સરકાર સરકારના વકીલ રંજીત કુમારે શુક્રવારે કહ્યું કે યૂપી ડાઉન વિંડ છે જ્યારે હવા વધારે પાકિસ્તાનની તરફથી આવે છે. આવી સ્થિતિમાં યુપીની સુગર મિલો અને દૂધની ફેક્ટરીઓ પર કોઈ પ્રતિબંધ લાગવો જોઈએ નહીં.
યુપી સરકારના જવાબમાં ન્યાયાધીશ (CJI) રમણાએ કહ્યું કે, તો હવે પાકિસ્તાનની ઈન્ડસ્ટ્રીઝને પ્રતિબંધિત કરવા ઈચ્છો છો!! સુનાવણી દરમિયાન વકીલ રંજીત કુમારે સુગર મિલોને બંધ થવા પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમને કહ્યું કે, આનાથી ખેડૂતોને હેરાની થશે, જ્યારે આ મિલો દિલ્હીથી 90 કિલોમીટર દૂર છે. એવામાં ચીન મિલો માટે આઠ કલાક ખુબ જ ઓછા છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે આયોગ પાસે જાઓ, તેમને જણાવો પછી નિર્ણય કરીશું.
આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે મીડિયાના અહેવાલો પર ફરી નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, કેટલાક લોકો કહેવા લાગ્યા કે અમે વિદ્યાર્થીઓના સમર્થનમાં નથી. અમે ક્યારે કહ્યું કે અમે દિલ્હી સરકાર ચલાવીશું અને તેનો વહીવટ કરીશું? આજનું પેપર જુઓ. તમે જઈને લોકોને સમજાવી શકો છો. અમે કરી શકતા નથી. CJIએ કહ્યું કે વીડિયો સુનાવણીમાં ખબર નથી પડતી કે કોણ રિપોર્ટ કરી રહ્યું છે. અમને કેટલાક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓના કલ્યાણના પક્ષમાં નથી.