UP Encounter: ઉત્તર પ્રદેશ STF એ બુધવારે સવારે મથુરામાં એક એન્કાઉન્ટરમાં માફિયા મુખ્તાર અંસારીના શાર્પ શૂટર પંકજ યાદવને ઠાર માર્યો હતો. પંકજ યાદવ સામે બે ડઝનથી વધુ હત્યા અને અન્ય ગંભીર ગુનાઓમાં કેસ નોંધાયેલા છે. યુપી પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
યુપી એસટીએફની ટીમે મથુરાના ફરાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટર
પંકજ યાદવ મઢનો રહેવાસી હતો
પંકજ યાદવ ઘણા સમયથી ફરાર હતો
પંકજ યાદવ ઘણા સમયથી ફરાર હતો. પંકજ યાદવ બુધવારે સવારે એસટીએફના ડેપ્યુટી એસપી ધર્મેશ શાહીની ટીમ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. યુપી એસટીએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મથુરા જિલ્લાના ફરાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારી અને બિહારના માફિયા શહાબુદ્દીન સહિત અન્ય ગેંગ માટે ભાડેથી મારનાર કોન્ટ્રાક્ટ કિલર પંકજ યાદવ સાથે એન્કાઉન્ટર થયું હતું. બુધવારે સવારે લગભગ 5.20 વાગ્યે આ એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં ગોળી વાગતા પંકજ યાદવ ઘાયલ થયા હતા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.