વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર શુક્રવાર સવારે 9 વાગે દેશને સંબોધિત કર્યું. પોતાના સંબોધમાં વડાપ્રધાને મોટી જાહેરાત કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારે ત્રણયે કૃષિ કાયદાઓને પરત લેશે. પીએમ મોદીએ કહ્યું કે, અમે કૃષિમાં સુધાર માટે ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. જેનાથી નાના ખેડૂતોને વધારે શક્તિ મળે. વર્ષોથી દેશના ખેડૂતો અને વિશેષજ્ઞ અર્થશાસ્ત્રી આની માંગ કરી રહ્યાં હતા.
પીએમે કહ્યું કે, જ્યારે ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા તો આને લઈને સંસદમા ચર્ચા થઈ. દેશના ખેડૂતો અને અનેક સંગઠનોએ આ નિર્ણયનો સ્વાગત કર્યો. તે બધા લોકોનો હુ ખુબ જ આભારી છું. સાથીઓ અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામ-ગરીબોના હિતમાં પૂર્ણ સમર્થન ભાવથી સારી નિયતથી કાયદાઓને લઈને આવી હતી.
તેમને કહ્યું કે, તે પછી પણ અમે ખેડૂતોની હિતની વાતને કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નહીં. ભલે ખેડૂતોનો એક વર્ગ આનો વિરોધ કરતો રહ્યો હતો, તે માટે પણ અમે વાતચીતની કોશિશ કરી હતી.
ત્રણ કૃષિ કાયદા પરત થશે: પીએમ મોદીએ દેશવાસીઓને કહ્યું, કદાચ અમારી તપસ્યામાં જ કોઈ અછત રહી હશે, જેના કારણે પ્રકાશ જેવું સત્ય અમે ખેડૂત ભાઈઓને સમજાવી શક્યા નહીં. ગુરૂ નાનક જીના પ્રકાશ પર્વ પર આજ હું તમને, આખા દેશને જણાવવા આવ્યો છું કે અમારી સરકારે ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાને કહ્યું, “આ મહિનાના અંતમાં શરૂ થવા જઈ રહેલા સંસદ સત્રમાં, અમે ત્રણ કૃષિ કાયદાઓને Repeal કરવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરી દઈશું. ”
તેમને ખેડૂતોને અપીલ કરતાં કહ્યું, “તમે તમારા ઘરે પરત ફરો, ખેતરમાં પરત ફરો, પરિવાર વચ્ચે જાઓ, એક નવી શરૂઆત કરીએ.” તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ એમએસપી પર કમેટી બનાવવાની વાત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં કહ્યું, “એમએસપીને વધારે પ્રભાવી અને પારદર્શક બનાવવા માટે એવા બધા વિષયો પર ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે એક કમેટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ કમેટીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના પ્રતિનિધ, ખેડૂત, કૃષિ વૈજ્ઞાનિક અને કૃષિ અર્થશાસ્ત્રી હશે.”
પીએમે કહ્યું, અમે પાક વીમા યોજનાને વધારે પ્રભાવી બનાવી, તેના દાયરામાં વધારે ખેડૂતોને લાવ્યા. ખેડૂતોને વધારે વળતર મળે તે માટે જૂના નિયમોને બદલ્યા. આ કારણે પાછલા ચાર વર્ષોમાં એક લાખ કરોડથી વધારેનું વળતર ખેડૂત ભાઈઓને મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ખેડૂતો માટે એમએસપી વધારી સાથે જ રેકોર્ડ સરકારી કેન્દ્રો પણ બનાવ્યા.
આના પહેલા પીએમ મોદીએ પોતાાના સંબોધનની શરૂઆતમાં કહ્યું, આજે દેવ દિવાળીનો પાવન પર્વ છે અને ગુરૂ નાનક દેવ જીનો પણ પવિત્ર પ્રકાશ પર્વ છે. હું દુનિયાના બધા લોકોને અને બધા દેશવાસીઓને આ પાવન પર્વ પર હાર્દિક શુભેચ્છા આપું છું. પીએમે કહ્યું કે, તે ખુશીની વાત છે કે, લગભગ દોઢ વર્ષ પછી કરતારપુર સાહિબ કોરિડર ફરીથી ખુલી ગયું છે.