દેશમાં ફરી એકવાર કોરોનાને નવા વેરિયન્ટ મળતા ખળભળાટ મચ્યો છે. કોરોના અજગરી ભરડાથી લોકો હાલ માંડ માંડ રાહત મેળવી છે તે વચ્ચે વધુ એક વખત ચોકાવનારા સમાચાર મળતા સરકાર સહિત લોકોમાં પણ ચિંતાનો મોજું ફરી વળ્યુ છે.હાલમાં કોરોનાના કેસો દેશભરમાં નામશેષ થવાના આરે છે. તે વચ્ચે ઓમિક્રોન નવા વેરિયન્ટની એન્ટ્રી ભારતમાં થતા ખળભળાટ મચ્યો છે. ઓમિક્રોનના નવો વેરિયન્ટ BA.2નું પ્રથમ કેસ હૈદરાબાદમાંથી સામે આવ્યુ છે જેમાં આફ્રિકાથી આવેલા શખ્સમાં નવા વેરિયન્ટના લક્ષણ મળી આવ્યુ છે જેને લઇ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. વેરિયન્ટને સેમ્પલ જીનોમ સિકવંસિગમાં મોકલી આપવામાં આવ્યુ છે. અને તેની સાથે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનનો આ વેરયિન્ટ ખૂબ જ ખતરનાક મનાવામાં આવી રહ્યો છે જેણે દક્ષિણ આફ્રિકામાં ભારે તબાહી મચાવી હતી
