જલંધરઃ આપણા સમાજમાં શિક્ષકને ગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ જ્યારે એક શિક્ષક જ કોઈ લાંછન લગાડતું કૃત્ય કરે ત્યારે શું? દેશમાં આવો જ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે વિદ્યાર્થિનીને એકસ્ટ્રા ક્લાસના બહાને બોલાવી અને તેનું શારીરિક શોષણ કર્યુ છે. જોકે, આ મામલે પરિવારે શિક્ષકને મેથી પાથ ચખાડ્યો હતો.
બનાવની વિગતો એવી છે કે પંજાબના જલંધરમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મામલો સામે આવ્યો છે. ખાનગી શાળાના શિક્ષકે બાળકીને 12 એપ્રિલના રોજ સ્પેશ્યલ ક્લાસ બાદ રોકી રાખી હતી. પરિવારને આ બાબતની જાણ થતા, રોષે ભરાતા શિક્ષકને માર માર્યો હતો અને તેનું મોઢુ કાળુ કર્યું હતું.
શિક્ષકે બાળકીને સ્પેશ્યલ ક્લાસ બાદ એક્સ્ટ્રા લેશન આપવાના છે, તે બહાને રોકી રાખી હોવાનો આરોપ લગાવાયો છે. શિક્ષક પર આરોપ છે કે તેણે વિદ્યાર્થિનીનું શારીરિક શોષણ કર્યું છે.
બાળકીએ તેના પરિવારને જાણ કરતા આ વાત પ્રિન્સિપાલ સામે રજૂ કરવામાં આવી હતી. આ વાતની જાણ થતા શિક્ષકને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ કરતા શિક્ષકની IPC 354-A હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ ઈન્સ્પેક્ટર નવદીપ સિંહે જણાવ્યું કે શિક્ષક વિકાસ કુમારની સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શિક્ષક તે બાળકીને સ્ટડી કરવાના બહાને ફોનમાં વલ્ગર ફિલ્મો જોવાનું કહેતો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બાળકીએ જ્યારે ના પાડી ત્યારે તેણે અશ્લીલ ઈશારા કરવાનું શરૂ કર્યું હતું.
આ ઘટના 12 એપ્રિલ સોમવારના રોજ બની હતી, જ્યારે બાળકોને ડાઉટ ક્લિઅર કરવા બોલાવવામાં આવી હતી. શાળાના આચાર્ય કુસુમે જણાવ્યું કે શિક્ષકને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે, શાળામાં આ પ્રકારની અનૈતિક ગતિવિધિઓને ચલાવી લેવામાં નહીં આવે.