53 વર્ષીય ફેશન ડિઝાઈનરની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા જાણકારો અને સગાસંબંધીઓમાં આઘાતની લાગણી ફરી વળી છ. દિલ્હીના વસંતકુજમાં રહેતી ફેશન ડિઝાઈનર માલા લખાણીની હત્યા તેમના ટેલર એટલે કે દરજી દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ટેલરની સાથે અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી છે. માલાનું બ્યુટીક દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલું છે. માલાએ ગ્રેટર કૈલાશમાં આઉટલેટ પણ મેળવ્યું હતું.
હત્યામાં સંડોવાયેલો રાહુલ અનવર માલાના ફેશન ડિઝાઈનરના વર્કશોપમાં ટેલર તરીકે કામ કરતો હતો. હત્યામાં તેની સાથે તેના બે સગાઓ પણ સામેલ હતા. દિલ્હીના જોઈન્ટ સીપી અજય ચૌધરીએ જણાવ્યિં કે હત્યાની રાહુલે કબુલાત કરી લીધી છે. ગઈરાત્રે માલા લાખાણીના ઘરે 10 વાગ્યાની આસપાસ રાહુલ પહોંચ્યો હતો. રાહુલે કેટલાક ગારમેન્ટસ જોવાનું કહ્યું હતું.
આ સમયગાળા દરમિયાન રાહુલની સાથે આવેલા બે યુવાનોએ માલા પર હુમલો કર્યો હતો. માલા પર છરી વડે હુમલો કરાયો હતો. માલાનો મૃતદેહ વહેલી સવારે ત્રણ વાગ્યે મળી આવ્યો હતો.માલા ઉપરાંત હત્યારાઓએ માલાના નોકર બહાદુરને પણ મારી નાંખ્યો હતો. બન્નેની ડેથબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. હત્યારો રાહુલને માલાનો વર્તાવ ગમતો ન હતો અને તે રાહુલ સાથે બરાબર વ્યવહાર કરતી ન હતી, જેથી કરીને રાહુલે માલાની માલ-મત્તા અને રોકડ રૂપિયા લૂંટવાની યોજના બનાવી તેને અંજામ આપ્યો હતો.
માલા લાખાણીએ બચાવ માટે બૂમ પાડી હતી ત્યારે બહાદુર મદદ માટે આવ્યો હતો પરંતુ હત્યારાઓએ બહાદુરને પણ મારી નાંખ્યો હતો. બે દિવસે પૂર્વે જ માલાના ઘરથી 300 મીટરનાં અંતરે એક યુવતી પર બળાત્કારની ઘટના બની હતી. પોલીસે ગણતરીના સમય દરમિયાન હત્યારાઓને શોધી કાઢ્યા હતા.