સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના મામલે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ મોટો ખુલાસો કર્યો છે. રાકેશ અસ્થાના જ્યારે સુરતના સીપી હતા ત્યારે 20 કરોડ રૂપિયાનું પાર્ટી ફંડ ભાજપમાં પહોંચતું કરવામાં આવ્યું હોવા અંગે સતીષ શર્માએ જાતે કેટલીક સ્પષ્ટતા કરી હતી.2011 થી 2016 સુધીના તમામ હિસાબો ચેક કરવામાં આવ્યા છે.
સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે રાકેશ અસ્થાના જ્યારે સુરતના સીપી હતા ત્યારે તેમણે સુરત પોલીસ વેલ્ફેર ફંડમાંથી 20 કરોડ રૂપિયા ભાજપને પાર્ટી ફંડ તરીકે આપ્યું હતું. મીડિયામાં આવેલી આ હકીકત અંગે રેકોર્ડ ચેક કરવામાં આવ્યા છે. આ વાત ખોટી છે. બેબુનિયાદ છે. આવી રીતે કોઈ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા નથી.