શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફ્રાંસમાંથી 36 રાફેલ ફાઇટર જેટની ખરીદી પર નરેન્દ્ર મોદી સરકારને ક્લીન ચિટ આપી હતી અને સોદાની કથિત ગેરરીતિઓ માટે એફઆઈઆર નોંધી તપાસ માટે સીબીઆઇ દ્વારા પીટીશન કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ પીટીશન ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જજ રંજન ગોગોઈની બેન્ચે રાફેલ અંગેની પીટીશન ફગાવવાનો આદેશ આપ્યો હતો
કોર્ટે શું કહ્યું?
- આ સોદામાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર શંકા કરવાની કોઈ તક નથી.
- ફોર્થ અને ફિફ્થ જનરેશનના ફાઈટર એરક્રાફટને સામેલ કરવાનું આવશ્યક છે અને આ વિમાનો વિના દેશ રહી શકે નહીં.
- વિમાનની જરૂરરિયાત અને તેમની ગુણવત્તા પર શંકા કરવાનું કામ કોર્ટનું નથી.
- ભાવ અને ઓફસેટ પાર્ટનરના મુદ્દે દખલ કરવા માટે કોઈ આધારપાત્ર પુરાવા મળી રહ્યા નથી.
- રાફેલ સોદામાં વ્યાપરિક તરફેણ કરવામાં આવી હોવાનો આધાર મળી રહ્યો નથી.
- દ’સોલ્ટ એવિએશન દ્વારા ભારતીય ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં કશું ખોટું થયું નથી.
- ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સિસકો હોલેન્ડના નિવેદનને ન્યાયિક સમીક્ષાનો આધાર બનાવી શકાય નહીં.
- 36 કે 126 વિમાન ખરીદવાનો નિર્ણય સરકારનો છે. કેટલા વિમાન ખરીદવા એ સરકારે જોવાનું છે. વિમાન કેટલા ખરીદવા તેના માટે સરકારને મજબૂર કરી શકાય નહી.
- સપ્ટેમ્બર-2016માં સોદો થયો ત્યારે કોઈએ પણ તેની સામે વાંધો ઉઠાવ્યો ન હતો કે કોઈએ સવાલો ઉભા કર્યા ન હતા.
- આ સોદા પર લોકોની વ્યક્તિગત ધારણા વધારે છે પરંતુ ન્યાયતંત્ર પાસે આ પ્રકૃતિના સંરક્ષણ સોદાઓની તપાસ કરવા માટે ખૂબ જ મર્યાદિત અધિકારક્ષેત્ર છે, ખાસ કરીને જ્યારે રાષ્ટ્રના પ્રતિસ્પર્ધીઓએ ફોર્થ અને ફિફ્થ જનરેશનના ફાઈટર જેટનો દેશમાં સમાવેશ કર્યો છે, આવું કરનારું ભારતની તુલનામાં કોઈ નથી.