Supreme Court વીર સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી રાહત, સાથે ચેતવણી પણ – “ફરી એવું બોલ્યા તો કાર્યવાહી થશે”
Supreme Court સ્વતંત્રતા સેનાની વિરેન્દ્ર સાવરકર વિશે આપેલા નિવેદન મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી તાત્કાલિક રાહત મળી છે. લખનૌની એક કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ સામે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યું છે, પરંતુ સાથે કડક ચેતવણી પણ આપી છે.
જસ્ટિસ બી આર ગવાઈની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે, “તમે મહારાષ્ટ્રમાં આવું નિવેદન આપ્યું છે, જ્યાં લોકો સાવરકરની પૂજા કરે છે. તમારી દાદી ઇંદિરા ગાંધીએ પણ ક્યારેય સાવરકરની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો. મહાત્મા ગાંધી પણ બ્રિટિશોને પત્ર લખતી વખતે ‘તમારા વિશ્વાસુ સેવક’ લખતા હતા, તો શું તેમને પણ તમે બ્રિટિશોના નોકર ગણશો?”
રાહુલ ગાંધીના વકીલે દલીલ કરી કે તેઓનું નિવેદન કોઈને ભડકાવવાનો ઉદ્દેશ્ય ધરાવતું નહોતું. આના જવાબમાં પીઠે જણાવ્યું કે, “જો તેમનો ઈરાદો એવું કંઈ ન કહેવાનો હતો, તો પછી આવું નિવેદન આપવામાં શું હેતુ હતો? કોઈ પણ વ્યક્તિને સ્વતંત્રતા સેનાનીઓ અંગે અપમાનજનક ભાષા બોલવાનો અધિકાર નથી.”
નેતાઓ અને ક્રાંતિકારીઓ માટે ઉપયોગમાં લેવાતી ભાષા વિષે સંવેદનશીલતા રાખવી જોઈએ, એવો સંદેશ પણ કોર્ટે આપ્યો.
વિશેષતઃ 17 ડિસેમ્બર, 2022ના રોજ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ દરમ્યાન મહારાષ્ટ્રના અકોલા ખાતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “સાવરકરે અંગ્રેજ સરકારથી પેન્શન લીધું અને તેઓ તેમના માટે કામ કરતા હતા.” આ નિવેદન સામે દેશભરમાં વિવાદ ઉઠ્યો હતો અને લખનૌ સહિત અન્ય સ્થળોએ કાનૂની કાર્યવાહીઓ શરૂ થઈ હતી.
હાલે, સુપ્રીમ કોર્ટના આ પગલાથી રાહુલ ગાંધીને તાત્કાલિક રાહત મળી છે, પરંતુ ભવિષ્યમાં ફરી આવું નિવેદન આપ્યું તો કાયદેસરની કડક કાર્યવાહી થઈ શકે છે. કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું છે કે “અમે હજુ સુધી તમારું નિવેદન નોંધમાં લીધું નથી, પણ ભવિષ્યમાં એવું થયું તો જોતા બેસીશું નહીં.”