સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરી કહ્યું કે સીવીસીની પ્રારંભિક તપાસ અંગે બપોરે એક વાગ્યા સુધી જવાબ રજૂ કરી શકશે નહી. આલોક વર્માના આ જવાબ પર સુપ્રીમ કોર્ટે તેમને વધુ ત્રણ કલાકનો સમય આપ્યો છે અને કહ્યું છે કે વિચાર પણ નહીં કરતા કે કોર્ટ તમને વધારાનો સમય આપશે અને મામલાની સુનાવણી મંગળવારે જ કરવામાં આવશે. તારીખ પણ આગળ વધારાવામાં આવશે નહીં.
અત્રે નોંધનીય છે કે સીવીસીના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે આલોક વર્માનો જવાબ માંગ્ય હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીલબંધ કવરમાં આલોક વર્મા પોતાનો જવાબ રજૂ કરે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે રિપોર્ટને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. આલોક વર્માને સીવીસી રિપોર્ટ આપવામાં આવી હતી.
સીબીઆઈના અન્ય એક અધિકારીની નાગપુર બદલી કરવામાં આવતા તેમણે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી બદલીને પડકારી છે. પણ સુપ્રીમે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે બીજી તરફ રાકેશ અસ્થાના વિરુદ્વ એફઆઈઆરની તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારી મનીષસિંહાએ ટ્રાન્સફર અટકાવવાની માંગ કરી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ એસ.કે,કૌલ, જસ્ટીસ કે.એમ.જોસેફની બેન્ચે સુનાવણી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માએ પોતાને રજા પર ઉતારી દેવાના સરકારના આદેશ અંગેની પીટીશન પર ચીફ જસ્ટીસ સહિતની બેન્ચ આવતીકાલે સુનાવણી કરવાની છે.