Supreme Court: સુપ્રીમ કોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની આતંકવાદ વિરોધી કાયદા હેઠળના કેસમાં ધરપકડને ગેરકાયદે જાહેર કરી હતી અને તેમને કસ્ટડીમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ આદેશ જારી કર્યો હતો.
એફઆઈઆર મુજબ, ન્યૂઝ પોર્ટલને ભારતની સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવા અને દેશ સામે અસંતોષ પેદા કરવા માટે ચીન પાસેથી કથિત રીતે જંગી ભંડોળ પ્રાપ્ત થયું હતું.
તેમાં એવો પણ આરોપ છે કે પુરકાયસ્થે પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) જૂથ સાથે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાનું કાવતરું ઘડ્યું હતું. કોર્ટે સુનાવણી કરી તેમને મૂક્ત કરવાનો આદેશ આપ્યો હતો.