Supreme Court: ફટાકડા રોકવા માટે ‘સ્પેશિયલ સેલ’ બનાવાશે, કોઈ ધર્મ પ્રદૂષણ ફેલાવવાની મંજૂરી આપતો નથી
Supreme Court: કોર્ટે દિલ્હી પોલીસને ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે એક વિશેષ સેલ અથવા અલગ ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
Supreme Court: દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધના મામલામાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની ખંડપીઠે પ્રતિબંધ હોવા છતાં ફટાકડાના ઉપયોગ અને તેના કારણે થતા પ્રદૂષણ પર નારાજગી વ્યક્ત કરી હતી. ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર બંધારણની કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર છે.
"We are of the view that no religion promotes any activity that promotes pollution or compromises with health of the people." The #SupremeCourt remarked.#DelhiPollution #Diwali
Read more: https://t.co/DO46bl99CD pic.twitter.com/WidwdpZyjp
— The Federal (@TheFederal_News) November 11, 2024
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ અમારું માનવું છે કે કોઈ પણ ધર્મ પ્રદૂષણને પ્રોત્સાહન આપતી અથવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો નથી. કોર્ટે દિલ્હી પોલીસને ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે એક સ્પેશિયલ સેલ અથવા અલગ ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારે 14 ઓક્ટોબરે દિલ્હીમાં ફટાકડા સળગાવવા, સ્ટોર કરવા અથવા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
તેમ છતાં, દિવાળી પર રાજધાનીમાં ઘણા ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું. કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે શું ફટાકડા પર કાયમી પ્રતિબંધ લાદી શકાય? કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને આ મામલે 25 નવેમ્બરે કેસની આગામી સુનાવણી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.