Supreme Court સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી: જે હોસ્પિટલમાંથી બાળક ચોરાય તેમનું લાઇસન્સ રદ કરો’
Supreme Court સુપ્રીમ કોર્ટે એક ગંભીર કેસમાં દેશભરમાં ચકચાર પેદા કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે જે હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી થાય છે, તેમનું લાઇસન્સ તરત રદ કરવું જોઈએ. બાળ તસ્કરીના કેસમાં કડક દૃષ્ટિ અપનાવતી સુપ્રીમ કોર્ટે આરોપીઓને આપવામાં આવેલા જામીન રદ કર્યા છે અને હાઈકોર્ટના નિર્ણય પર પણ ટિપ્પણી કરી છે.
આ કેસ વારાણસી અને આસપાસના વિસ્તારોમાં બાળકોની ચોરીને લગતો છે, જેમાં અનેક રાજ્યો સુધી બાળકોની તસ્કરી થઈ હોવાનો ખુલાસો થયો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે આ કેસની ગંભીરતા જોઈને કહ્યું કે આ Nationwide ગેંગ છે અને તેનો સામાજિક સુરક્ષામાં મોટો ખલેલ છે.
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા 2024માં આપવામાં આવેલા જામીનનો આદેશ પાછો ખેંચતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો ખરીદનારાઓ પણ એટલાજ દોષી છે. ખાસ કરીને જ્યારે તેમને ખબર હોય કે બાળકની ચોરી થઈ છે ત્યારે તેમને છોડવા છતાં કોઈ માનવતાની લાગણી નહોતી દાખવાઈ.
સુપ્રીમ કોર્ટે માતા-પિતાને પણ ચેતવણી આપતા જણાવ્યું કે નવજાત બાળકની સુરક્ષા માટે હોસ્પિટલમાં વધુ સાવધ રહેવું જરૂરી છે. કોર્ટે સુઝાવ આપ્યો કે દરેક રાજ્ય સરકારોને આ મામલે કડક નીતિ અપનાવવી જોઈએ અને પેન્ડિંગ કેસો છ મહિનામાં પૂર્ણ કરવા માટે તાકીદ કરવી જોઈએ.
કોર્ટનું જણાવવું છે કે માતા-પિતા પોતાના બાળકના ગુમ થવાથી જે દુઃખ અનુભવે છે તે ક્યારેક મૃત્યુ કરતા પણ વધુ જખમ આપે છે – કારણ કે બાળક ક્યાં છે તેની જાણ ન હોય.
આ મામલો માત્ર કાયદાની વાત નથી, તે સમાજના નૈતિક આધારને હચમચાવી નાખે છે. સુપ્રીમ કોર્ટના આ દ્રષ્ટિકોણે હવે તમામ રાજ્ય સરકારોને બાળ સુરક્ષાની દિશામાં વધુ કડક પગલાં લેવા માટે દબાણ વધાર્યું છે.