સુરતઃ કોરોનાને આગામી દિવસોમાં એક વર્ષ પૂરું થવા જય રહ્યું છે ત્યારે રહી રહીને સુરતમાં ફરી એક વાર કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. સુરતમાં દુબઇ, રાજસ્થાન, મુંબઈ, અમદાવાદ સહીત બહારગામથી આવેલા 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં કોરોના સક્ર્મણમાં સૌથી વધુ મહિલા અને બાળકો જેમાં પણ શાળા કોલેજ જતા વિધાર્થી સંક્રમિત થઇ રહ્યા છે, જેને લઈને આ લોકોને કોરોના ગાઈડ લાઇન પાલન કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ સુરતમાં ફરી કોરોના વધતા મોલ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. શનિ-રવિના દિવસે મોલ બંધ રાખવામાં આવશે. આ અંગે પાલિકા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ બંધ રહેશે. હાલ સુરતમાં પ્રતિદિવસ 100થી વધુ કેસ નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા મનપા કામે લાગ્યું છે.
સુરતમાં નવા કોરોના સ્ટ્રેને ચિંતા વધારી છે. મનપા દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નવા કોરોનાના સ્ટ્રેન બાદ મનપા અલર્ટ પર છે. સુરત મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ લોકોને અપીલ કરી છે કે, યોગ્ય રીતે માસ્ક પહેરો. કોરોના હજુ ગયો નથી.
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે પોતાની ટીમ વધારી છે અને એક્ટીવ સર્વેલન્સમાં 5.26 લાખ લોકોને આવરી લેવાયા છે. આરોગ્ય વિભાગે સર્વેની કામગીરીમાં વધારો છે કર્યો . એક્ટિવ સર્વેલન્સ માટે 1210 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. આ એક્ટીવ સર્વેલન્સમાં 5.26 લાખ લોકોનો આવરી લેવામાં આવ્યા છે.
કયા ઝોનમાં કેટલા કેસ
24 કલાકમાં 102 કેસ બાદ આજે 120 કેસ નોંધાયા છે, જેમાં અથવા અને રાંદેર જોનમાં સૌથી વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આજે સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં 09, વરાછા એ ઝોનમાં 11, વરાછા બી ઝોનમાં 05, રાંદેર ઝોનમા 25, કતારગામ ઝોનમાં 13, લીંબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 0 અને અથવા ઝોનમાં 40 કેસ નોંધ્યા છે. જેમાં રાંદેર ઝોનમાં બહાર ગામથી આવેલા 7 જેટલા કેસ મળી આવ્યા છે,
મુંબઈથી આવેલા એક, અમદાવાદથી આવેલા 2, સુરેદ્રનગરથી આવેલા 1, ગીર સોમનાથથી આવેલા 1, ભરૂચથી 1, ડાકોરથી 1 અને વડોદરાથી આવેલા 1માં પોઝિટિવ મળી આવ્યા હતા, જયારે અઠવા ઝોનમાંથી કુલ 11 બહારગામથી આવેલા લોકો પોઝિટિવ મળી આવ્યા હતા, જેને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે.
સુરત સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે આજે ચોર્યાસીમાં 1, ઓલપાડમાં 1, પલસાણામાં 2, બારડોલીમાં એક મળી કુલ 14 કેસ મળી આવ્યા છે. જોકે સુરતમાં ચૂંટણી પહેલા શહેરી વિસ્તારમાં 25 અને ગ્રામ્ય વિસ્તારમાં બેથી લઈને ચાર કેસ મળી આવતા હતા, તેમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે, તેને લઈને તંત્ર દ્વારા ટેસ્ટિગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યુ છે.
સુરતમાં અત્યારે સુધીમાં કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 41,214 અને ગ્રામ્ય વિસ્તારમાં 13205 દર્દી નોંધાયા છે. કુલ દર્દી સંખ્યા 54,419 પર પહોંચી છે ત્યારે કોરોના લઈને સુરતમાં 850 લોકો અને ગ્રામ્ય વિસ્તારમાં 287 મળી 1137 લોકો કોરોના લઈને પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે.