તાજેતરમાં શિવસેના જાણે ભાજપની વિરોધી પાર્ટી બની ગઈ હોય એમ તેના મુખપત્ર સામનામાં સરકાર વિરૂદ્ધ પ્રહારો કરે રાખે છે. શિવસેનાએ આજે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી થાય તે પહેલા મતદાતાઓને ખુશ કરવા માટે કેન્દ્રએ સામાન્ય વપરાશની અમુક ચીજવસ્તુઓ પર જીએસટીના દરોમાં ઘટાડો કરી દીધો. શિવસેનાએ એવો પણ દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ યુનિફોર્મ ટેક્સેશન સિસ્ટમના વિરોધી હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એડિટોરિયલમાં કહ્યું છે કે, દેશ પર નોટબંધીનો હથોડો પડ્યા પછી અર્થતંત્ર હજુ સુધી રિકવર કરી શક્યું નથી. તે પછી નિષ્ક્રિય બનેલા અર્થતંત્ર પર જીએસટીના શસ્ત્રનો ઉપયોગ થયો અને ફુગાવો અતિશય વધી ગયો. જીએસટીના દરમાં ઘટાડો કરીને સરકારે પોતાના અહંકારને બાજુ પર રાખ્યો છે અને નતમસ્તક થઇ છે. આ જનતાની જીત છે. એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે, “(GSTના અમલીકરણ પછી) લોકોનો ક્રોધ પ્રજ્વળી ઉઠ્યો છે. જીએસટીના દરોમાં ઘટાડાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કે જેથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લોકોને ભારે કિંમતો ન ચૂકવવી પડે.”


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.