દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે CJI NV રમણાએ દિલ્હીમાં કેટલીક શાળાઓ ખુલ્લી રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. CJIએ દિલ્હી સરકારને કહ્યું કે તમે શાળાઓ ખોલી છે, નાના બાળકોને સવારે 6 વાગ્યે શાળાએ જઈ રહ્યાં છે.
SCએ સરકારને કહ્યું કે અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે, તમે અનેક દાવાઓ કર્યા છે કે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે તમામ શાળાઓ બંધ કરવામાં આવી નથી. ત્રણ અને ચાર વર્ષના બાળકો હજુ પણ શાળાએ જાય છે. તમે લોકડાઉન લાગુ કરવાની વાત કરી હતી, પરંતુ હવે શાળાઓ ખોલી દેવામાં આવી છે. માતાપિતા ઘરેથી કામ કરી રહ્યા છે, જ્યારે બાળકોને શાળાએ જવું પડી રહ્યું છે. તેના જવાબમાં દિલ્હી સરકાર વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે શાળાઓ બંધ છે, અમે આ અંગે તપાસ કરીશું.
ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં પ્રદૂષણના વધતા સ્તરને રોકવા માટે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકરાને પગલાઓ ભરવાનું કહ્યું હતું. તે વખતે સરકારે કોર્ટમાં સોંગદનામુ રજૂ કરીને માહિતી આપી હતી કે, શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે, સુપ્રીમ કોર્ટને ગ્રાઉન્ડ લેવલે કામગીરી ના થતું હોવાનું જોવા મળ્યું હતુ, તેથી બીજી વખત કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું હતું.