Sanjay Singh: સંજય સિંહે કોર્ટમાં કહ્યું, ગોવાના CMની પત્ની વિરુદ્ધ હવે કોઈ નિવેદન નહીં આપું
Sanjay Singh: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંત વિરુદ્ધ ચાલી રહેલા 100 કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં આપ સાંસદ સંજય સિંહે કોર્ટને ખાતરી આપી છે કે તેઓ કેસની આગામી સુનાવણી સુધી તેમની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપે.
સુલક્ષણા સાવંતે માનહાનિનો દાવો કર્યો
સુલક્ષણા સાવંતે ગોવાની બિચોલિમ સિવિલ કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં સંજય સિંહ દ્વારા દિલ્હીમાં આપવામાં આવેલા નિવેદનને ખોટું અને પાયાવિહોણું ગણાવ્યું છે. તેમણે AAP નેતા પાસેથી બિનશરતી માફી માંગવાની પણ માંગ કરી છે.
અગામી સુનાવણી 24 જાન્યુઆરીએ
આ કેસમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. કોર્ટે આગામી સુનાવણી માટે 24 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. દરમિયાન, અરજદારના વકીલોએ કોર્ટને સંજય સિંહને કોઈપણ અપમાનજનક નિવેદનો આપવાથી રોકવા વિનંતી કરી.
#BREAKING || AAP MP Sanjay Singh's lawyer submitted before the Bicholim court that they will not make any defamatory statements against Goa CM's wife and BJP leader Sulakshana Sawant.
The matter came up before the court on Friday. #SanjaySingh #BicholimCourt #GoaCM… pic.twitter.com/dIHQV34YIe— Goa News Hub (@goanewshub) January 10, 2025
સંજય સિંહના વકીલનું આશ્વાસન
સંજય સિંહના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેમના અસીલ આગામી સુનાવણી સુધી સુલક્ષણા સાવંત વિરુદ્ધ કોઈ નિવેદન આપશે નહીં. સુલક્ષણાના વકીલો પ્રહલાદ પરાંજપે અને એસ.વી. મનોહરે મીડિયાને જણાવ્યું હતું કે અરજદારે આરોપ લગાવ્યો છે કે સંજય સિંહે દિલ્હીમાં મીડિયા સમક્ષ તેમના વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા છે.