નવી દિલ્હીઃ દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનમાં એક એવા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેણે પીસીઆર કોલ કરીને વડાપ્રધાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પકડાયા પછી આરોપીએ જણાવ્યું હતું કે તે જેલમાં આવવા માંગતો હતો એટલા માટે જાણી જોઈને તેણે ફોનથી પીસીઆરને કોલ કર્યો હતો. અને આરોપી સલમાન થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે પીસીઆરને કોલ કરીને કહ્યું કે મારે પીએમ મોદીને મારવા છે. ત્યારબાદ ટેક્નિકલ સર્વેલન્સના આધાર ઉપર ખુબ જ સરળતાથી સલમાનને ખજૂરી ખાસ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછમાં સલમાને પોલીસને જણાવ્યું કે તે નશાનો આદી હતો પરંટુ તેણે નશાનો સામાન નથી મળી રહ્યો. એટલા મામટે તેણે વિચાર્યું તે પાછો જેલ જતો રહે. સલમાનના નિવેદન બાદ પોલીસ તપાસ કરી હતી.
આવું પહેલીવાર નથી બન્યું કે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ પોલીસે પોન્ડીચેરીના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેનો આરોપ છે કે આ વ્યક્તિએ ફેસબુક ઉપર મેસેજ લખ્યો હતો કે જો કોઈ તેને પાંચ કરો રૂપિયા નહીં આપે તો તે વડાપ્રધાન મોદીની હત્યા કરી દેશે.
પોન્ડીચેરી પોલીસે જણાવ્યું કે આરોપીએ એક મેસેજમાં લખ્યું હતું. જો કોઈ તેને પાંચ કરોડ રૂપિયા નહીં આપે તો તે વડાપ્રધાન મોદીની હત્યા કરવા માટે તૈયાર છે. આરોપીની ઓળખ રિયલ એસ્ટેટ વ્યવસાયી સત્યાનંદમના રૂપમાં થઈ હતી.