ડાંગ જિલ્લો અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકમાં આદિવાસીઓએ ”તેરા”ની ઉજવણી ઉત્સાહ ઉમંગ પૂર્વક કરી હતી. વઘઈ નજીક નાની વધઈ( કિલાદ) ગામે વાંસદા સ્ટેટ નાં રાજા વિરેન્દ્રસિંહ લાલજી મહારાજ સહિતાઓની હાજરીમાં તેરાની ઉજવણી કરી ખેડૂતોએ નવી રોપણીનો પ્રારંભ કર્યો હતો.ડાંગ જિલ્લામાં અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકામાં ‘તેરા’નો તહેવાર આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરી ઉજવવામાં આવે છે. અખાત્રીજ પછી આવતો તેરાનો તહેવાર આદિવાસી માટે ખુબ મહત્વ ઘરાવે છે. અખાત્રીજનો તહેવાર એટલે આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવેલુ ધાન્ય ઘરૃ છે કે પાતળું તેના પરથી ખેતી માટે તેઓનું વર્ષ કેવુ હશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. આ તહેવાર ખેતી માટે અખાત્રી પણ કહેવાય છે. અખાત્રી એટલે ખેતીની ખાત્રી કરવાનો ઉત્સવ ત્યાર પછી બે મહિના બાદ અષાઢ મહિનામાં આવતો આદિવાસઓનો પ્રિય તહેવાર તેરા છે. તેરાની વિશેષતા એ છે કે, ચોમાસાની શરૃઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલના આળુ નામના કંદને લીલા રંગના સુંદર પાન આવે છે. આળુના કંદને પીલા ફૂટી ગયા પછી લગભગ પંદરથી વીસ દિવસમાં જમીન ઉપર આવે છે અને પાંદડા ઉપર આવતા જ બીજા પંદર દિવસ નીકળી જાય છે. તેરા પૂર્વે અષાઢ માસની અમાસ આવે છે. તેરા બધા જ ગ્રામજનો ગામના પટેલ સાથે ભેગા મળી નક્કી કરે છે તે દિવસના આં પાંદડાને નેવ માનવામાં આવે છે. ત્યારબાદ વરસાદનું નવુ પાણી લઈ ગ્રામ દેવ (વાઘદેવી)ની પૂજા કરી આ નવા પાંદડાનું નવું શાક દેવને ધરાવે છે અને એ રાત્રે મોજમસ્તી સાથે નાચગાન કરી તેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે.
