- અમદાવાદમાં સ્ટોર ખોલ્યો ત્યારે દેવામાં ધકેલાઈ રહેલી ઈશા રણ કાકાના માર્ગે
- દેશમાં સૌથી મોટી દેવાદાર કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. તેના પર 3.13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
Reliance: ભારતની સૌથી મોટી ઈશા મુકેશ અંબાણીની રિટેલર રિલાયન્સ રિટેલે તેની પ્રીમિયમ ફેશન અને જીવનશૈલી બ્રાન્ડ, AZORTE,નો દસમો સ્ટોર અમદાવાદમાં શરૂ કર્યો છે. ત્યારે મુકેશ અંબાણીની કંપની અનિલ અંબાણીની જેમ ભારે દેવા હેઠળ આવી ગઈ છે. ઈશા મુકેશ અંબાણી આ ધંધો સંભાળી રહી છે ત્યારે કાકા અનિલ અંબાણીના માર્ગ પર તો નથી જઈ રહીને એવો સવાલ ઉભો થાય છે. જો ઈશા આ રીતે ચાલશે તો દેશના ટોચના 10 દેવું ધરાવતી કંપનીમાં પિતા પછી સામેલ થઈ જશે. રિલાયંસના કુલ દેવામાં ઈશાનો હિસ્સો વધી રહ્યો છે. તેના મહત્વના નિર્ણાયક પરિમલ નથવાણી છે.
દેશની 10 કંપનીઓનું 16 લાખ કરોડ છે.
ઈશાના પિતા મુકેશ અંબાણી દેશના સૌથી મોટા દેવા હેઠળ છે. દેશમાં સૌથી મોટી દેવાદાર કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. તેના પર 3.13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
અમદાવાદના નહેરૂનગર પાસે મલ્ટિ-ફોર્મેટ ફેશન સ્ટોરનું ઉદ્ઘાટન મુકેશ અંબાણીની રિલાયન્સ કોર્પોરેટ એફેર્સ ડાયરેક્ટર અને બિઝનેસ હેડ પરિમલ નથવાણીએ કર્યું હતું. 21,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ સ્ટોર છે. સ્માર્ટ AZORTE સ્ટોર્સ વૈશ્વિક અને સ્થાનિક ફેશન માટે છે. જેમાં ફૂટવેર, ફેશન એસેસરીઝ અને જીવન શૈલીના સાધનો પણ છે.
ઈશા અંબાણીની કંપની પર દેવાનો મોટી લોન બોજ આવી ગયો છે. રિલાયન્સ રિટેલ તેના બિઝનેસને વિસ્તારી રહી હોવાથી દેવું વધી ગયું છે.
દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિટેલ બિઝનેસ છે. ઈશા અંબાણીની આગેવાનીવાળી કંપનીનું કુલ દેવું 2022-23 દરમિયાન બેંકો પાસેથી 32,303 કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેના આગળના વર્ષે 19,243 કરોડ રૂપિયા નોન-કરન્ટ, લોંગ ટર્મ, બોરોઇંગ કેટેગરીમાં હતા. 2021-22ના અંતે, રિલાયન્સ રિટેલ પર બેંકોનું કુલ દેવું માત્ર 1.74 કરોડ રૂપિયા હતું.
એક વર્ષમાં 73 ટકાનો વધારો
રિલાયન્સ રિટેલ લિમિટેડ તેની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ પાસેથી લાંબા ગાળાના દેવા તરીકે રૂ. 13,304 કરોડ પણ લીધા છે. આ રીતે રિલાયન્સ રિટેલ લિમિટેડનું કુલ દેવું વધીને 70,943 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડો એક વર્ષ પહેલા કરતા 73 ટકા વધુ છે. કંપનીએ સ્ટોર-આઉટલેટ ખોલવા અને નવી બ્રાન્ડ્સ હસ્તગત કરવા લોનનો બોજો વધારી દીધો છે.
એક વર્ષ દરમિયાન, રિલાયન્સ રિટેલ લિમિટેડે 3,300 નવા આઉટલેટ ખોલ્યા હતા. આ રીતે માર્ચ 2023 સુધીમાં કંપનીના કુલ આઉટલેટ્સની સંખ્યા વધીને 18 હજારને પાર થઈ ગઈ હતી. કંપની દેશના તે નાના શહેરોમાં સ્ટોર ખોલી રહી છે.
2022-23 દરમિયાન કંપનીની નોન-કરન્ટ એસેટ્સ 96 ટકા વધીને રૂ. 79,357 કરોડ થઈ છે. તેમાંથી, મિલકત, પ્લાન્ટ અને સાધનોનો હિસ્સો એક વર્ષ અગાઉની સરખામણીમાં 180 ટકા વધીને રૂ. 39,311 કરોડ થયો છે. કંપનીનો ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો નાણાકીય વર્ષ 2021-22માં 1.35 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 1.91 ટકા થયો છે.
જોકે આ બધા દેવામાં ઈશાનું દેવું ઓછું છે.
- દેશમાં 10 કંપની પર દેવુ રૂ. 16 લાખ કરોડ જે મોટા ભાગે બેંકો પાસેથી લીધું છે
- દેશની સૌથી મોટી દેવાદાર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું રૂ. 3.13 લાખ કરોડનું દેવું છે.
- એનટીપીસી પાવર પર 2.20 લાખ કરોડનું દેવું છે.
- વોડાફોન આઈડિયા-કેન્દ્ર સરકાર પર દેવું 2.01 લાખ કરોડ રૂપિયા છે.
- ભારતીય એરટેલ કંપની પર 1.65 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
- ઈન્ડિયન ઓઈલ દેશની સૌથી મોટી ઓઈલ કંપની પર રૂ. 1.40 લાખ કરોડનું દેવું છે.
- તેલ અને કુદરતી ગેસ કંપની પર 1.29 લાખ કરોડનું દેવું છે.
- પાવર ગ્રીડ કોર્પોરેશન કંપની પર 1.26 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
- ટાટા મોટર્સ કંપની પર 1.25 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
- લાર્સન એન્ડ ટુબ્રો ચંદ્રયાન બન્યું પણ કંપની પર રૂ. 1.18 લાખ કરોડનું દેવું છે.
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ કંપની પર રૂ. 1 લાખ કરોડનું દેવું છે.