હિંદુ પંચાંગ અનુસાર, રક્ષા બંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધતી હોય છે. વર્ષ 2021માં રક્ષા બંધનનું પર્વ 22 ઓગસ્ટ રવિવારના દિવસે આવે છે. હિંદુ પંચાંગ અનુસાર રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાના પૂનમે આવે છે. પૂર્ણિમા તિથી 21 ઓગસ્ટ 2021ની સાંજે 03.45 મીનિટથી શરૂ થશે, જે બીજા દિવસે 22 ઓગસ્ટ સાંજે 5.58 મીનિટ પર ખતમ થશે. ઉદયા તિથી અનુસાર રક્ષાબંધન 22 ઓગસ્ટ રવિવારે આવે છે.
શુભ મુહૂર્ત
- શ્રાવણ પૂર્ણિમા તિથી પ્રારંભ- 21 ઓગસ્ટ 2021ની સાંજે 03.45 મીનિટે
- શ્રાવણ પૂર્ણિમા તિથી સમાપ્ત- 22 ઓગસ્ટ 2021 સવારે 05.50 મીનિટે
- રક્ષાબંધન શુભ મુહૂર્ત- 22 ઓગસ્ટ 2021 સવારે 05.50 મીનિટથી સાંજના 6.03 સુધી
- રક્ષા બંધનનો સમય- 12 કલાકને 11 મીનિટ