Rajnath Singh: શહીદ અગ્નિવીર અજય સિંહને વળતરની રકમ ન મળી રહી હોવાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના દાવાને લઈને લોકસભામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે થયેલી શાબ્દીક ટપાટપી બાદ બુધવારે રાહુલે સોશિયલ મીડિયા X પર શહીદના પિતાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ બોલી રહ્યા છે. કેન્દ્ર સરકાર વતી વળતરની રકમ મેળવવાનો ઇનકાર કર્યા રહ્યા છે. રાજનાથ સિંહે રાહુલ પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો હતો અને ભાજપે લોકસભા સ્પીકર પાસેથી રાહુલના નિવેદનની ખરાઈ માંગી હતી.
सत्य की रक्षा हर धर्म का आधार है!
लेकिन रक्षा मंत्री राजनाथ सिंह ने शहीद अग्निवीर के परिवार को सहायता मिलने के बारे में संसद में झूठ बोला।
उनके झूठ पर शहीद अग्निवीर अजय सिंह के पिता जी ने खुद सच्चाई बताई है।
रक्षा मंत्री को संसद, देश, सेना और शहीद अग्निवीर अजय सिंह जी के… pic.twitter.com/H2odxpfyOO
— Rahul Gandhi (@RahulGandhi) July 3, 2024
વીડિયોમાં શહીદ અગ્નવીર અજયના પિતા રાજનાથ સિંહના 1 કરોડ રૂપિયા આપવાના દાવાને નકારી કાઢતા
અને કહેતા સંભળાય છે કે વળતર કેન્દ્ર તરફથી નહીં પણ રાજ્ય સરકાર તરફથી મળ્યું છે.રાહુલ ગાંધી અગ્નિવીર યોજના નાબૂદ કરવાની પણ માંગ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે અજય સિંહના પરિવારને 98.39 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને કેટલીક ઔપચારિકતાઓ બાદ 67 લાખ રૂપિયા વધુ આપવામાં આવશે. આ રીતે અંદાજે રૂ. 1.65 કરોડનું વળતર આપવામાં આવશે.