જયપુરઃ કોરોના કહેર વચ્ચે રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ પહેલા બુધવારે સીએમ ગહેલોતની પત્ની સુનિતા ગહેલોત કોરોના પોઝિટિવ આવ્યા હતા. સીએમ ગહેલોતે ગુરુવારે સવારે ટ્વીટ કરી પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી છે.
સીએમ ગહેલોતે જણાવ્યુ છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમે ટ્વીટ કરતા કહ્યુ કે કોવિડ ટેસ્ટ કરાવવા પર આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોઈ પ્રકારના લક્ષણો નથી અને હું સારુ અનુભવી રહ્યો છુ. કોવિડ પ્રોટોકોડનું પાલન કરતા હું આઈસોલેશનમાં રહીને કામ કરવાનું ચાલુ રાખીશ.’
આ પહેલા સીએમના પત્ની સુનીતા ગહેલોત બુધવારે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આની જાણકારી ખુદ સીએમ ગહેલોતે ટ્વીટ કરી શેર કરી હતી. તેમણે પોતાના આ ટ્વીટમાં ગહેલોતે જણાવ્યું કે પ્રોટોકોલ અનુસાર હોમ આઈસોલેશનમાં સારવાર ચાલુ કરી દીધી છે. આ સાથે ગહેલોતે એમ પણ કહ્યુ હતુ કે તકેદારીના ભાગ રુપે તે આઈસોલેશનમાં રહી રહ્યા છે.
સીએમ ગહેલોકે સવાર 9.35 વાગે પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વીટ કરી શેર કરી હતી. તેના માત્ર 55 મિનિટમાં તેમની આ ટ્વીટ 2 હજારથી વધારે વાર રિટ્વીટ થઈ ગઈ.
સીએમ ગહેલોત કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળ્યા બાદ કોંગ્રેસના વિભિન્ન નેતાઓ સહિત અન્ય પાર્ટીના નેતાઓ અને સામાન્ય જનતાએ સોશિયલ મીડિયા પર તેને તાત્કાલિક સ્વસ્થ થવાની કામના કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કોરોના સંક્રમણ પોતાની બીજી લહેરમાં બેકાબૂ થયું છે. રાજ્યોમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.