Rahul Gandhi citizenship રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાઈકોર્ટ કડક: કેન્દ્રને 10 દિવસમાં સ્પષ્ટ જવાબ આપવા સૂચના
Rahul Gandhi citizenship કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા અંગે દાયર થયેલી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે. હાઈકોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર દ્વારા દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટને અપૂરતો ગણાવ્યો અને સરકારને 10 દિવસની અંદર સ્પષ્ટ અને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આગામી સુનાવણી 5 મે, 2025ના રોજ નિર્ધારિત છે.
અરજદારે પોતાના દાવામાં કહ્યું છે કે રાહુલ ગાંધીની નાગરિકતા સંદિગ્ધ છે અને તે તેમના લોકસભા સભ્યપદને પણ અસર પહોંચાડી શકે છે. અરજીના આધાર પર હાઈકોર્ટ હવે સીધો પ્રશ્ન ઊભો કર્યો છે.
શું રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં?
કેન્દ્ર સરકારે અગાઉ એક સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં નાગરિકતાની વિગતો સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી ન હતી. તેને અનુરૂપ જસ્ટિસ પંકજ બહેલ અને જસ્ટિસ અમિતને બનેલી બેન્ચે કેન્દ્રને વધુ સ્પષ્ટતા સાથે જવાબ આપવા તાકીદ કરી છે. કોર્ટે જણાવ્યું કે આ રાષ્ટ્રીય મહત્વનો મુદ્દો છે અને તેમાં કોઇપણ પ્રકારનો વિલંબ અસહ્ય છે.
કોંગ્રેસ પક્ષે આ સમગ્ર મામલાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. પાર્ટીના પ્રવક્તાઓએ કહ્યું છે કે રાહુલ ગાંધીનો નાગરિકત્વ અંગે પ્રશ્ન ઉઠાવીને સત્તારૂઢ પક્ષ ચૂંટણી પહેલા લોકપ્રિય નેતા સામે ષડયંત્ર રચી રહ્યું છે. પાર્ટી અનુસાર, રાહુલ ગાંધી જન્મથી ભારતીય નાગરિક છે અને આવા દાવાઓ દ્વારા તેમની છબીને દૂષિત કરવાની કોશિશ થઈ રહી છે.
અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે અગાઉ પણ નાગરિકતા અંગે ઉઠેલા પ્રશ્નોને કેન્દ્ર સરકારે સાચા રીતે જવાબ ન આપ્યો હતો. હવે હાઈકોર્ટના આ કડક અભિગમથી કેન્દ્ર સરકાર પર જવાબદારી વધી ગઈ છે કે તે નિષ્પક્ષ અને દસ્તાવેજી આધાર સાથે ખુલાસો કરે.
આ કેસની આગળની કાર્યવાહી હવે રાજકીય તથા કાનૂની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની છે