Rahul Gandhi અમદાવાદમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન, “ગુજરાતના કોંગ્રેસ નેતાઓની ભાજપ સાથે છે સાંઠગાંઠ”
Rahul Gandhi લોકસભા કોંગ્રેસના વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધી આજકાલ અમદાવાદમાં કોંગ્રેસને બેઠી કરવા માટે મનોમંથન કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે, જેનાથી કોંગ્રેસની એક છાવણીમાં ખળભળાટ મચી ગયો છે.
Rahul Gandhi રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કરતી વખતે કહ્યું કે ગુજરાતની જે લીડરશીપ છે, ગુજરાતના જે કાર્યકરો છે, ગુજરાતના જે ડિસ્ટ્રીક્ટ પ્રેસિડન્ટ છે, બ્લોક પ્રેસિડન્ટ છે તેમાં બે પ્રકારના લોકો છે. તેમાં એક છે જો જનતા સાથે ઉભો છે, જે જનતા માટે લડે છે અને જનતા માટેસનામ્ન રાખે છે અને કોંગ્રેસ પાર્ટી માટે લાગણી રાખે છે. જ્યારે બીજા પ્રકારના લોકોમાં જેઓ જનતા સાથે સંપર્કવિહોણા છે, દુર રહે છે, લોકોનું સન્માન નથી કરતો અને તેમાંથી અડધા ભાજપ સાથે મળેલા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં સુધી આ લોકોને સ્પષ્ટ રીતે અલગ નહીં કર્યા ત્યાં સુધી ગુજરાતની જનતા કોંગ્રેસને સ્વીકારશે નહીં.
રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે અને આજે તેમની મુલાકાતનો આ અંતિમ દિવસ છે. અંતિમ દિવસે રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને ચોખ્ખી ચીમકી આપી દીદી છે. હવે એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવાનું છે.