Rahul Gandhi: બજેટ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું, 6 લોકોએ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખ્યો. આજે પણ દેશમાં આવું જ એક ચક્રવ્યૂહ તૈયાર થઈ રહ્યું છે.
Rahul Gandhi લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ ચર્ચામાં
ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, હજારો વર્ષ પહેલા હરિયાણાના કુરુક્ષેત્રમાં ચક્રવ્યુહમાં અભિન્યુની 6 લોકોએ હત્યા કરી હતી. ચક્રવ્યુહની અંદર ભય, હિંસા છે અને ચક્રવ્યુહમાં ફસાવ્યા બાદ અભિમન્યુને છ લોકોએ મારી નાખ્યો હતો.
રાહુલે કહ્યું, જ્યારે મેં ચક્રવ્યુહ વિશે રિસર્ચ કર્યું
ત્યારે મને ખબર પડી કે તેનું બીજું નામ પદ્મ વ્યુહ છે. તે કમળના આકારમાં છે. 21મી સદીમાં એક નવું ચક્રવ્યુ તૈયાર થયું છે, તે પણ કમળના પ્રતિકમાં અને પીએમ તેનું પ્રતીક પોતાની છાતી પર ધારણ કરે છે. ચક્રવ્યૂહમાં જે અભિમન્યુ સાથે થયું, તે જ ખેડૂતો અને માતા-બહેનો સાથે થઈ રહ્યું છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે,
દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા અને શકુનીએ તેમને ઘેરીને મારી નાખ્યા હતા. આજે પણ ચક્રવ્યૂહમાં છ લોકો છે. છ લોકો કેન્દ્રનું નિયંત્રણ કરે છે. નરેન્દ્ર મોદી , અમિત શાહ , મોહન ભાગવત, અજીત ડોભાલ, અંબાણી અને અદાણી.