Rahul Gandhi : ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક સાંસદ-ધારાસભ્ય કોર્ટે 2018ના માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. તેમને 25,000 રૂપિયાની સિક્યોરિટી અને 25,000 રૂપિયાના જામીન બોન્ડ પર જામીન મળ્યા છે.
બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે “વાંધાજનક” ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ 2018 માં ભાજપના નેતા વિજય મિશ્રા દ્વારા ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલે 2018માં બેંગલુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.
જે બાદ ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે વાત કરતા વિજય મિશ્રાએ કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે હું ભાજપનો જિલ્લા ઉપાધ્યક્ષ હતો. રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહને ખૂની ગણાવ્યા હતા. જ્યારે મેં તેમના આરોપો વિશે સાંભળ્યું, ત્યારે મને ખૂબ જ દુઃખ થયું કારણ કે હું પાર્ટીનો કાર્યકર છું. મેં મારા વકીલ મારફત ફરિયાદ નોંધાવી અને આ મામલો છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે.