વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી છે. તે પછી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમને પત્ર લખીને લખીમપુર હિંસા કેસમાં કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે, મંત્રી અજય મિશ્રા ‘ટેની’ના પુત્ર દ્વારા ખેડૂતોને કચડી નાંખ્યા છે. આ ક્રૂરતા આખા દેશે જોઈ છે. આવા મંત્રીને હટાવવો જોઈએ. તમારા દ્વારા આવા મંત્રીઓ સાથે મંચ શેર કરવો લખીમપુર નરસંહારના કાતિલોને સંરક્ષણ આપવા સમાન છે.
મોદીએ લખેલા પત્રમાં તેમને કહ્યું કે, જો ખેડૂતોને લઈને તમારી નિયત સાફ છે તો અમિત શાહ અને યોગી આદિત્યનાથ મંત્રી અજય મિશ્રા સાથે મંચ શેર ના કરે. તે પીડિત ખેડૂતોના પરિવારોનું અપમાન છે. તેમને ન્યાય ત્યારે મળશે, જ્યારે આરોપીઓને બચાવવામાં આવશે નહીં. તેથી સૌથી પહેલા મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરો.
પ્રિયંકાના પત્રમાં કરવામાં આવેલા પાંચ મોટા પ્રશ્ન
લખીમપુર ખેડૂતોના મામલામાં અન્નદાતા સાથે થયેલી ક્રૂરતાને આખા દેશે જોઈ છે. તમને તે જાણકારી પણ છે કે, ખેડૂતોને પોતાની ગાડીથી કચડનાર મુખ્ય આરોપી તમારી સરકારનો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીનો પુત્ર છે?
સરકારની મંશાને જોતા લાગે છે કે, સરકાર કોઈ વિશેષ આરોપીએ બચાવવાની કોશિશ કરી રહી છે. હું લખીમપુરના શહીદ ખેડૂતોના પરિજનોને મળી છું. તે અસહનિય પીડામાં છે. બધાનું કહેવું છે કે તેઓ માત્ર શહિદ પરિજનો માટે ન્યાય ઈચ્છીએ છીએ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પદ પર રહેતા તેમને ન્યાયની કોઈ જ આસ નથી.
દેશની કાનૂન વ્યવસ્થાના જવાબદાર ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તમારા મંત્રી સાથે મંચ શેર કરી રહ્યાં છે.
તમારા ખેડૂતોના હિતને જોતા કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય કર્યો. તમે કહ્યું કે, દેશના ખેડૂતો પ્રત્યે તમે સારી નિયત રાખો છો. જો એવુ છે તો લખીમપુર કેસમાં ખેડૂત પીડિતોને ન્યાય અપાવવો પણ તમારા માટે સર્વોપરિ હોવું જોઈએ. મંત્રી સાથે મંચ પર બિરાજમાન થવાની જગ્યાએ સસ્પેન્ડ કરો.