કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીને મળીને તેમની માંના નિધન પર પોતાની શોક સંવેદનાઓ પ્રગટ કરી હતી.
બહુજન સમાજ પાર્ટીએ શનિવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે બસપા સુપ્રીમ માયાવતીની માં 92 વર્ષિય રામરતી જીનું નિધન થઈ ગયું છે.
બસપા સુપ્રીમો માયાવતી પોતાની માંના અંતિમ દર્શન કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા.
પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, માયાવતીની માંનું અંતિમ સંસ્કાર 14 નવેમ્બરે દિલ્હીમાં કરવામાં આવશે.