ગતરોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવીયા ગામ ખાતે PGVCL ડેપ્યુટરી ઇજનેર ભાર્ગવ પુરોહિત સહિત ત્રણ લોકો પર વીજચોરી કનેકશન પકડી પાડવાના મામલે ભાજપના આગેવાન સહિતના સ્થાનિકો દ્ગારા હુમલા કરવાની ઘટનામાં સામે આવી હતી જે અંગે PGVCLના અધિકારીઓ દ્ગારા પડધરી પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતા સહિત સ્થાનિક ટોળા સામે હુમલાના ફરિયાદ નોંધાઇ હતી જ્યા પોલીસે ભાજપ નેતા ધીરુ તળપદા સહિત હુમલામાં સામેલ 8 લોકોની ધરપકડ કરી જેલને હવાલે કર્યા હતા. PGVCL ના એમ ડીએ રાજકોટ જિલ્લા પોલીસ સાથે કાયદકીય કાર્યવાહી માટે વાતચીત કરી હતી જેમાં પોલીસે PGVCL અધિકારીઓની કાર્યાવાહી દરમિયાન અડચણ બનવુ અને રાયોટિંગ ગુનો હેઠળ ભાજપ નેતા સહિત તમામ સામે ગુનો દાખલ કર્યો હતો જે અંગે ધીરુ તળપદા , ચિરાગ તળપદા પડધરી કોર્ટેમાં જામીન માટેની અરજી કરી હતી જેને કોર્ટ ફગાવી ના મંજૂર કરી છે.
