રાજ્યમાં દિવસને દિવસે ગુનોખોરી પ્રમાણમાં બેફામ વધારો થઇ રહ્યો છે. લૂંટ હત્યા અપહરણ ખંડણી દુષ્કર્મ સહિતની ગુનાઓ સામાન્ય હોય તેવી રીતે ગુનેગારો વર્તી રહ્યા છે જાણે કે હવે ગુનેગારોને પોલીસનો કોઇ ખૌફ રહ્યો ન હોય તેવી રીતે અવગણના કરી બેફામ બન્યા છે અને એક બાદ એક ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર ધીમે-ધીમે ક્રાઇમનું એપી સેન્ટર બનતુ હોય તે પ્રકારે માથાભારે શખ્સો જાહેર હત્યા નિપજાવી રહ્યા છે. ત્યાર વધુ એક હત્યાનો બનાવ વસ્ત્રાલ માંથી સામે આવ્યુ છે. વસ્ત્રાલના નવી આર ટી ઓ પાસે આવેલી સોસાયટીમાં પાસેથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે એક યુવકની ઘરમાં અને બીજી યુવક ઘરથી 200 મીટર દુર આવેલા ખેતર યુવકની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો FSL રિપોર્ટ અને ડોગ સ્કોડની મદદ લઇ હત્યારાઓને પકડવા વધુ તપાસ હાથધરી છે.
શું છે સમ્રગ ઘટના
વસ્ત્રાલના આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા કલ્પેશ હેગડે નામના વ્યકિત પર કેટલાક લોકોએ જુની અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા જેને લઇ ઇજાગ્રસ્ત હાલતમાં કલ્પેશ પોતાના ઘરે પહોંચ્યો હતો જેમાં ઘરમાં લોહીલહાણવાળી હાલતમાં ઘરે તેનો મોત નિપ્જયો હતો તો કલ્પેશના ઘરેથી 200 મીટરની અંતરે ખેતરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે હરકતમાં આવી હતી અને હત્યારાને પકડવા તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યો છે કે બંને યુવકોની હત્યા એક જ વ્યકિતએ નિપજાવી છે જેને લઇ પોલીસે શંકાના અધારે 1 વ્યકિતની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
