સુપ્રીમ કોર્ટે 18 નવેમ્બર ગુરૂવારે POCSO એક્ટને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, સર્વોચ્ચ અદાલતે બોમ્બે હાઈકોર્ટે તે નિર્ણયનો પલટી દીધો, જેમાં કહેવામાં આવ્યું છે કે યૌન ઉત્પીડન કેસમાં સ્કિન ટૂ સ્કિન સંપર્ક હોવું જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે હવે નવા આદેશ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે પોક્સો એક્ટ યૌન ઉત્પીડન કેસમાં સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ વગર પણ લાગૂ થાય છે.
અદાલતે કહ્યું કે શરીરના સેક્સુઅલ ભાગને સ્પર્શ સેક્સુઅલ હેતુથી કરવો પોક્સો એક્ટ હેઠળ આવશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તેવું કહી શકાય નહીં કે બાળકોના કપડાના ઉપરથી સ્પર્શ કરવું યૌન શોષણ નથી. આવી રીતની વ્યાખ્યા (પરિભાષા) બાળકોને યૌન શોષણથી બચાવવા માટે બનેલા પોક્સો એક્ટને કમજોર કરી દેશે.
અદાલતે કહ્યું કે, કાયદાનો હેતુ કોઈ અપરાધીને કાયદાના ચંગુલમાંથી રાહત આપવાની પરવાનગી આપે નહીં. પીઠે કહ્યું, “અમે કહ્યું છે કે, જ્યારે ધારાસભાનો ઈરાદો સ્પષ્ટ હોય છે તો પછી અદાલતો જોગવાઈઓમાં પોતાની તરફથી અસ્પષ્ટતા ઉભી કરી શકે નહીં.
એટર્ની જનરલ અને રાષ્ટ્રીય મહિલા આયોગની અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટે 27 જાન્યુઆરીએ બોમ્બે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. બોમ્બે હાઈકોર્ટે પોક્સો એક્ટ હેઠળ આરોપીને નિર્દોષ જાહેર કરતા તેના આદેશમાં કહ્યું હતું કે “સ્કિન ટુ સ્કીન કોન્ટેક્ટ વગર સગીરના સ્તન પકડવાને જાતીય શોષણ કહી શકાય નહીં.”