નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. અને તેમના સોશિયલ મીડિયા ઉપર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. પીએમ મોદી સોશિયલ મીડિયા ઉપર ક્યારેક તસવીરો મૂકતા રહે છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ એક 106 વર્ષની મહિલા સાથેની તસવીર સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી. જે વાયરલ થઈ રહી છે. તસવીરમાં PM મોદી શીશ ઝૂકાવીને અને હાથ જોડીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતા તેમણે લખ્યું છેકે આજે કોયમ્બતૂર માં અસાધારણ પપ્પામ્મલજી સાથે મુલાકાત થઈ. તેમને ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગના ક્ષેત્રમાં અદ્વિતિય કામ માટે આ વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
મૂળે, 1941માં જન્મેલી પપ્પામ્મલ તમિલનાડુમાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમને રાજ્યમાં ઓર્ગેનિક ખેતીની પ્રણેતા માનવામાં આવે છે અને તેઓ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. આ ઉંમરે પણ તેઓ પોતાની 2.5 એકર ખેતરમાં દરરોજ કામ કરે છે. ધ હિન્દુ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ પપ્પામ્મલ ડીએમકેની સભ્ય છે અને એમ. કરૂણાનિધિની મોટી પ્રશંસક છે.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન મોદીએ આ સપ્તાહ પહેલા પણ રાજ્યની મુલાકાત લીધી હતી. માત્ર ત્રણ કલાક માટે ચેન્નઈ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે આધ્યાત્મિક ગુરૂ બંગારુ આદિગાલ સાથે મુલાકાત કરી હતી.
80 વર્ષીય આદિગાલ તમિલનાડુના એવા આધ્યાત્મિક ગુરુ છે જેમનામાં તમામ પાર્ટીના લોકો આસ્થા રાખે છે. બીજેપી ઉપરાંત અન્ય પાર્ટીઓ પણ નેતા તેમને મળતા રહે છે. તમિલનાડુના ગવર્નર બનવારી લાલ પુરોહિતે પણ તેમની મુલાકાત કરી હતી.
રસપ્રદ વાત એ છે કે આદિગલને તેમના અનુયાયી અમ્માના નામથી બોલાવે છે. આ નામ તેમે ‘મા જેવા પ્રેમ’ની અનુભૂતિના સંબંધમાં આપવામાં આવ્યું છે. તેઓ આદિપ્રશક્તિ ચેરિટેબલ મેડિકલ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના હેડ છે. ચેન્નઈથી લગભગ 90 કિલોમીટર દૂર વિલ્લુપુરમમાં આ ટ્રસ્ટની એક મેડિકલ કોલેજ, કેટલીક એન્જિનિયરિંગ કોલેજ અને અનેક શિક્ષણ સંસ્થાન છે.