દેશને સૌથી વધુ રોજગાર આપતા દ્વિતીય ક્રમાંકના સેક્ટર એવા લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીએ દિવાળી ગિફટ આપી છે. લઘુ ઉદ્યોગને માત્ર 59 મિનિટમાં લોન એક કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. પીએમ મોદી આ કાર્યને ઐતિહાસિક ગણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ક્હયું કે જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ થયેલા લઘુ ઉદ્યોગના એકમોને હવે આ સુવિધાના માધ્યમથી માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ ઉપરાંત રજિસ્ટર્ડ થયેલા એકમોને વ્યાજમાંથી પણ બે ટકાની રાહત આપવામાં આવશે.
આ ક્ષેત્રમાં રોકાણકારોને રોકાણ કરતા પૂર્વે અને બાદમાં જરૂરિયાત માટે વ્યાજની સહાયતા ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવામાં આવી છે. વડાપ્રધાને નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેનાં કુલ 12 નિર્ણયોનો ઉલ્લેખ કરી ઐતિહાસિક ગણાવ્યા હતા.
મોદીએ ઈઝ ઓફ ડૂઈંગ ને લઈ ભારતના 23મા રેન્કીંગ અંગે કહ્યું કે ચાર વર્ષ પહેલા કોઈએ પણ આની કલ્પના પણ કરી ન હતી. આ સમયગાળા દરમિયાન ભારતે જે હાંસલ કર્યું છે તે વિશ્વના કોઈ પણ દેશે હાંસલ કર્યું નથી. આ રેન્કીંગ 2014માં 142મા ક્રમાંકે હતો અને આજે 77માં ક્રમાંકે આવી પહોંચ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ બેન્કના રેન્કીંગમાં હવે અંડર ફિફટીમાં સ્થાન મળવું એ બહુ દુર રહ્યું નથી. નિયમ અને પ્રક્રીયાઓમાં ફેરફાર અને સુધારા કરવાથી લધુ અને મધ્યમ કદના એકમોને ઘણી મદદ મળશે.