અંતે એક વર્ષ પછી કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો સામે ઝૂકી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી દીધી. આ સાથે જ પીએમ મોદીએ ખેડૂતોને ઘરે પરત ફરવાની અપીલ કરી. કૃષિ કાયદાઓને પરત લેવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યો છે. તો બીજી તરફ પંજાહ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીને ધન્યવાદ કહ્યું.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું- દેશના અન્નદાતાએ સત્યાગ્રહ થકી અહંકારનું માથું ઝૂકાવી દીધું. અન્યાય વિરૂદ્ધ જીત મુબારક! જય હિન્દી, જય હિંદ ખેડૂત!
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું, ત્રણ કાળા કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત લોકતંત્રની જીત અને મોદી સરકારના અહંકારીની હાર છે. પાછલા એક વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતોના ધીરજની જીત છે. દેશ ક્યારેય ભૂલી શકશે નહીં કે મોદી સરકારની અદૂરદર્શિતા અને અભિમાનના કારણે સેકન્ડો ખેડૂતોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. ખેડૂત આંદોલનમાં શહીદ થનારા બધા ખેડૂતોને નમન કરૂ છું. આ તેમના બલિદાનની જીત છે.
મોદી સરકારના નિર્ણય પછી નવાબ મલિકે કહ્યું- દેશ એક થાય તો કોઈપણ નિર્ણય બદલી શકાય છે, સરકારોને કાયદો બનાવવાનો અધિકાર છે તો તેને બદલવાનો પણ અધિકાર છ. હારના ડરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને પરત લીધો છે. ખેડૂતો ભાઈઓને શુભેચ્છા. તે તમામ શહીદ ખેડૂતો પ્રત્યે સંવેદના દેશના ખેડૂત મહાન છે, તેમને મોદીજીને ઝૂકાવ્યા.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું-
આજે પ્રકાશ દિવસના દિવસે મોટા ખુશીના સમાચાર મળ્યા. ત્રણ કૃષિ કાયદા રદ્દ. 700થી વધારે ખેડૂત શહીદ થઈ ગયા. તેમની શહાદત અમર રહેશે. આવનારી પેઢીઓ યાદ રાખશે કે કેવી રીતે દેશના ખેડૂતોએ પોતાના જીવની બાજી લગાવીને ખેતી અને ખેડૂતોને બચાવ્યા હતા. મારા દેશના ખેડૂતોને મારૂ નમન
રાજ્ય સભા સાંસદ મનોઝ ઝાએ કહ્યું કે, સરકારે જો તે નિર્ણય લીધો છે તો આનાથી સંદેશ ગયો છે કે આંદોલન સરકારના નિર્ણય બદલી શકે છે.
સંજય રાઉતે કેન્દ્ર સરકારના નિર્ણય પર કહ્યું- પંજાબ અને યૂપીની ચૂંટણીમાં હારના ડરથી કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય કર્યો છે. પહેલી વખત મોદી જીએ લોકોની મનની વાત કરી છે. અમારી માનવતાવાદી સરકાર ખેડૂતોને બલી ચડતા જોઈ રહી હતી. ખેડૂતોને આતંકવાદી, ખાલિસ્તાની, દેશદ્રોહી, પાકિસ્તાની કહેનારા લોકો ક્યાં ગયા? ખેડૂતોનો ગાડી નીચે કચડવામાં આવ્યા, ઠંડાઓ અને ગોળીઓ ચલાવવામાં આવી પરંતુ ખેડૂતો ઠસના મસ થયા નહીં. અંતે ખેડૂત જ દેશનો અન્નદાતા છે, તે વડાપ્રધાને માની લીધું. અમે તેનું સ્વાગત કરીએ છીએ.