PM Kisan Yojana : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓમાંની એક છે. આથી તેનું મોનિટરિંગ ખુદ પીએમ મોદી કરે છે. વડાપ્રધાન પોતે DBT દ્વારા દર ચાર મહિને ખેડૂતોને મળતા હપ્તા ટ્રાન્સફર કરે છે.
નવી સુવિધા શરૂ કરી છે
ખેડૂત સરળતાથી ઘરે બેઠા તેની સ્થિતિ ચકાસી શકે છે
કેટલીક શરતોનું પાલન કર્યા પછી, પાત્ર ખેડૂત સરળતાથી ઘરે બેઠા તેની સ્થિતિ ચકાસી શકે છે. સ્ટેટસમાં ખેડૂતને કેટલો હપ્તો મળ્યો છે, તેના બેંક ખાતામાં ક્યારે પૈસા જમા થયા છે, જો કોઈ હપ્તો અટક્યો છે તો તેનું કારણ શું છે, આ તમામ માહિતી એક ક્લિક પર મળી જશે.
9.26 કરોડ ખેડૂતોને લાભ મળ્યો
તમને જણાવી દઈએ કે 18 જૂનના રોજ વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પાત્ર ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો જારી કર્યો હતો. સરકારી આંકડાઓ અનુસાર 9.26 કરોડ ખેડૂતોને આનો લાભ મળ્યો છે. હાલમાં, પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. કદાચ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જારી થઈ શકે છે. જો તમે નવી સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો સૌ પ્રથમ ખેડૂતોએ PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે. તે પછી તમારે (લાભાર્થી સ્થિતિ) પર ક્લિક કરવાનું રહેશે. આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે. તેની સાથે નીચે આપેલ કેપ્ચા કોડ પણ એન્ટર કરવાનો રહેશે. ગેટ ડેટા પર ક્લિક કરતાની સાથે જ તમારું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.