દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના એટલે કે આયુષમાન ભારત કે મોદીકેર સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. મોદી સરકાર પણ તેને સફળ બનાવવા માટે પુરા પ્રયત્નો કરી રહી છે.. મોદીકેર યોજનાના લગભગ 50 કરોડ લાભાર્થીઓ આયુષમાન યોજનાથી અજાણ છે. પીએમ મોદીએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. પીએમ મોદી મોદીકેર યોજનાના લાભો વિશે લોકોને જાગ્રત કરવા માટે 50 કરોડ પરિવારોને પત્ર પાઠવી રહ્ આ યોજનાના લાભ વિશે લોકોને વાકેફ કરાવવા માટે પીએમ મોદીએ લોકોને પત્રો લખવાનું શરૂ કર્યું છે. સપ્ટેમ્બર 2018માં પીએમ મોદીએ શરૂ કરેલી આયુષમાન યોજના શું છે ચાલો જોઈએ. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલે કહ્યું કે મોદીકેરને સફળ બનાવવામાં સૌથી મોટી અડચણ 10 કરોડ અથવા 50 કરોડ લોકો છે જેમને માટે આ યોજના છે. આ લોકોને આયુષમાન ભારતની કંઈ ખબર નથી. નેશનલ હેલ્થ એજન્સીએ એક વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનું નામની ખાતરી કરી શકે છે. લિસ્ટમાં પોતાના નામની ચકાસણી કરવા માટે Mera.pmjay.gov.inવેબસાઇટ જોઈ શકાય છે અથવા તો હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ પર કોલ કરી શકા |
