Nuclear Submarine: 40,000 કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે બે પરમાણુ સબમરિન, L& T ની લેવાશે મદદ
Nuclear Submarine: ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનનાં નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિકયોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરિનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમાં વધારો થશે. આ સબમરિનના બનવાથી નૌસેનાની શક્તિ હિંદ મહાસાગર વિસ્તાર અને દક્ષિણ ચીન સાગરમાં વધી જશે.
આ Nuclear Submarine ને વિશાખાપટ્ટનમના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બનાવવામાં આવશે. આને બનાવવામાં લાર્સેન એન્ડ ટુબ્રો જેવી ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવી શકે છે. સબમરીન 95 ટકા સુધી સ્વદેશી હશે. આ સબમરિન અરિહંત ક્લાસથી અલગ હશે. આને પ્રોજેક્ટ એડવાન્સ્ડ ટેક્નોલોજી વેસલ હેઠળ બનાવવામાં આવશે. હજુ બે સબમરિન બનશે, તે બાદ વધુ ચાર બનાવવામાં આવી શકે છે.
ભારતે તાજેતરમાં જ પોતાની બીજી જજઇગ એટલે કે પરમાણુ સબમરિન ઈંગજ અરિહંત કમિશનની છે.
આગામી વર્ષની અંદર ભારતીય નૌસેનામાં અલગ-અલગ પ્રકારના ઘણા યુદ્ધજહાજ અને સબમરીન ઉમેરાશે. આ 12 યુદ્ધ જહાજોમાં ફ્રિગેટ્સ, કોર્વેટ્સ, ડેસ્ટ્રોયર્સ, સબમરીન અને સર્વે વેસલ પણ છે. નૌસેનામાં આ સામેલ થવાથી ઇન્ડિયન ઓશન રીઝન (IOR)માં સુરક્ષાનું સ્તર વધી જશે. વિશાખાપટ્ટનમ ક્લાસમાં ચાર યુદ્ધ જહાજ સામેલ છે.
વિશાખાપટ્ટનમ પોતાના ક્લાસનું મુખ્ય યુદ્ધ જહાજ છે.
જે આ વર્ષે ડિસેમ્બરમાં નૌસેનામાં સામેલ થશે. આમાં અમુક અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ડિસેમ્બરમાં આ ક્લાસનું આઇએનએસ સુરત પણ સામેલ છે. આ ક્લાસના ડેસ્ટ્રોયર્સમાં 32 બરાક 8 મિસાઇલો, 16 બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઇલ 4 ટોર્પિડો ટયૂબ્સ, 2 એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ, 7 પ્રકારના ગન્સ હોય છે. ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તહેનાત છે. આ એવાં યુદ્ધજહાજ છે. જેનાથી સતત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ કલવારી ક્લાસ એટલે કે સ્કોર્પિન ક્લાસની ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે. આ સબમરીન આ વર્ષે ડિસેમ્બરમાં તહેનાત થઈ જશે. આ એન્ટી-સરફેસ, એન્ટી-સબમરિન યુદ્ધમાં માહિર છે. આઇએનએસ વાઘશીર ઘણા મિશન કરી શકે છે જેમ કે સપાટી વિરોધી યુદ્ધ, સબમરિન વિરોધી યુદ્ધ, ગુપ્ત માહિતી ભેગી કરવી, દરિયાઈ સુરંગ બનાવવી, વિસ્તાર સર્વેલન્સ વગેરે.
સબમરિનને ઓપરેશન દરમિયાન તમામ સ્થિતિમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આની લંબાઈ લગભગ 221 ફૂટ, બીમ 20 ફૂટ અને ઊંચાઈ 40 ફૂટ હોય છે. પાણીની સપાટી પર તેની ગતિ 20 KM પ્રતિકલાક છે. પાણીની અંદર આ 37 કિ.મી પ્રતિ કલાકની સ્પીડથી ચાલે છે. આ 50 દિવસ સુધી પાણીની અંદર પસાર કરી શકે છે. મહતમ 350 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે. આમાં 8 સૈન્ય અધિકારી અને 35 સેલર તહેનાત કરવામાં આવી શકે છે.