કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલનમાં એકપણ ખેડૂતનું મોત થયું નથી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં એક લેખિત જવાબમાં આ વાત કહી. તોમરે કહ્યું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનને કારણે કોઈ ખેડૂતના મોતનો કોઈ રેકોર્ડ નથી. આવી સ્થિતિમાં મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાનો કોઈ પ્રશ્ન જ નથી.
અસલમાં સરકારને લોકસભામાં પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર પાસે આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા તેનો કોઈ ડેટા છે અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપશે. જો વળતર આપવાનું હોય તો સરકાર વિગતવાર માહિતી આપે. જો તેમ ન હોય તો સરકારે તેનું કારણ જણાવે.
આ સિવાય સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું સરકારે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાટાઘાટો કરવા માટે કોઈ પગલાં ભર્યા છે. જો ભર્યા છે તો શું પગલા ભરવામાં આવ્યા છે? જો નહીં, તો તેનું કારણ શું છે? સરકારને પૂછવામાં આવ્યું કે શું સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવ્યા છે. જો હા, તો માહિતી આપો.
તેના જવાબમાં કૃષિ મંત્રીએ કહ્યું કે, સરકાર આંદોલનકારી ખેડૂતો સાથે સતત વાત કરી રહી છે, તેથી આંદોલનને સમાપ્ત કરી શકાય. આ માટે સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે 11 સ્તરની વાતચીત પણ થઈ હતી.
તે ઉપરાંત તેમણે કહ્યું- સંસદના શિયાળુ સત્રમાં સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા છે. આ સિવાય કૃષિ ખર્ચ અને કિંમતો માટેના આયોગની સલાહ પર સરકારે 22 પાકોની MSP જાહેર કરી છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરની એજન્સીઓ એમએસપી પર પ્રાપ્તિ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ પાકની ખરીદી કરી રહી