નિસાન મેગ્નાઈટ ડિસ્કાઉન્ટ ઑફર્સઃ જો તમે મે મહિનામાં નવી SUV ખરીદવાનું વિચારી રહ્યાં છો તો એક મોટી તક છે. નિસાન મોટર્સ આ મહિના માટે આકર્ષક ઑફર્સ લઈને આવી છે. સબ-કોમ્પેક્ટ SUV Nissan Magnite ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ મળશે. તમે જાપાનીઝ SUV પર 57,000 રૂપિયાની બચત મેળવી શકો છો. જોકે, ડિસ્કાઉન્ટ ઑફર્સ માત્ર મે સુધી જ માન્ય છે અને વેરિઅન્ટ પર આધારિત છે. તમે નિસાન મેગ્નાઈટ ઑફર્સની સંપૂર્ણ વિગતો અહીં જોઈ શકો છો.
ડિસ્કાઉન્ટ ઑફર્સની સંપૂર્ણ વિગતો નિસાન મોટર્સની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મે 2023 ની ઑફર્સ અનુસાર, ગ્રાહકો રોકડ ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી બોનસ દ્વારા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ સિવાય કંપની સ્પેશિયલ ફાઇનાન્સ પ્લાન ‘ગોલ્ડ સર્વિસ પેક’ પણ ઓફર કરી રહી છે.
આ રીતે તમને ડિસ્કાઉન્ટ મળશે
18,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ Magniteના XE વેરિઅન્ટ સિવાયના તમામ વેરિયન્ટ્સ પર ઉપલબ્ધ રહેશે. આ સિવાય એસેસરીઝ પર 20,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. જો કે, આ ડિસ્કાઉન્ટ વેરિઅન્ટ અને સ્થાન પર આધારિત છે. XE વેરિઅન્ટ સિવાયના તમામ વેરિઅન્ટ્સ પર રૂ. 7,000 સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે.
7000નું વિશેષ ડિસ્કાઉન્ટ
NRI પરિવારો, ખેડૂતો અને ડૉક્ટરોને અલગથી 7,000 રૂપિયાનું વિશેષ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો કે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે અમુક નિયમો અને શરતો પૂરી કરવી પડશે. આ સિવાય જરૂરી દસ્તાવેજો પણ માંગી શકાય છે. નિસાન મેગ્નાઈટ ભારતમાં ડિસેમ્બર, 2020માં લોન્ચ કરવામાં આવી હતી.
નિસાન મેગ્નાઈટઃ સેફ્ટી ફીચર્સ
નેક્સોન મેગ્નાઈટ મજબૂત સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં કારને 4 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. મેગ્નાઈટમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ટ્રેક્શન કંટ્રોલ, વ્હીકલ ડાયનેમિક કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવી સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ હશે.
તેમાં 7 ઇંચની TFT સ્ક્રીન, એમ્બિયન્ટ મૂડ લાઇટિંગ, એર પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જિંગ અને સ્માર્ટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળશે. ભારતમાં, તે Kia Sonet, Hyundai Venue, Maruti Brezza, Tata Nexon જેવી SUV સાથે સ્પર્ધા કરે છે.