બિહારમાં નક્સલીઓનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યના ગયા જિલ્લાના એક ગામમાં નક્સલીઓે એક જ પરિવારના ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જાણકારી અનુસાર માઓવાદીઓએ રવિવારે ડૂમરિયાના મોબબાર ગામમાં કંગારૂ કોર્ટના સંચાલન કરીને બે પુરૂષો અને બે મહિલાઓને ફાંસી પર લટકાવી દીધા. તે પછી તેમને મૃતકોના ઘરને વિસ્ફોટથી ઉડાવી દીધો. આ ઘર સરજૂ ભોક્તાનો હતો.
ઉલ્લેખનિય છે કે માઓવાદીઓએ સરજૂ ભોક્તાના પુત્ર સત્યેન્દ્ર સિંહ ભોક્તા અને મહેન્દ્ર સિંહ ભોક્તા સહિત તેમના પરિવારને ઘર બહાર બાંધીને ફાંસી પર લટકાવી દીધો હતો. આ દરમિયાન તેમની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી. લોકોમાં ડર ઉભો કરવા માટે માઓવાદિયોએ તેમના ઘર પર એક નોટિસ પણ ચોટાડી હતી. જેમાં ભોક્તા અને તેમના પરિવાર પર પોલીસને બાતમી આપવાનો આરોપ લગાવ્યો છે.
અસલમાં ભાકપા (માઓવાદી)એ આ નોટિસમાં દાવો કર્યો છે કે આ પરિવાર દ્વારા આપેલી બાતમીના કારણે માર્ચમાં સ્થાનિક પોલીસ અને કોબરા બટાલિયને ચાર નક્સલીઓએ ઠાર માર્યા હતા. તેનો બદલો લેવા માટે માઓવાદીઓએ સરજૂ ભોક્તાના પરિવારને નિશાન બનાવ્યો છે.