ઝારખંડઃ ઝારખંડમાં કેટલાક વિસ્તારો નક્સલ પ્રભાવતી છે. નક્સલીઓ છાસવારે સૈનિકો ઉપર હુમલાઓ કરે છે ત્યારે નક્સલીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. નક્સલીઓએ ઝારખંડના ચક્રધરપુર રેલ મંડળમાં રવિવારે રાતે રેલવે ટ્રેકને ઉડાડી નાંખ્યો હતો. આનાથી હાવડા મુંબઈ મુખ્ય રેલ માર્ગ ઠપ થઈ ગયો છે. જાણકારી મુજબ ચક્રધરપુર રેલ મંડળના લોટાપહાડની પાસે નક્સલીયોએ લેન્ડમાઈન્ડ્સ લગાવીને રેલવે ટ્રેકને ઉડાડી દીધો છે. ઘટના રાતે સવા 2 વાગે બની છે આ ઘટના બાદથી ચક્રધરપુર રેલ મંડળમાં ટ્રેનોની અવરજવરને રોકી દેવામાં આવી છે.
આનાથી હાવડા મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર ટ્રેનોની આવનજાવન સંપૂર્ણ ઠપ પડ્યો છે. ચક્રધરપુર રેલ મંડળના વિભિન્ન સ્ટેશનોમાં પ્રવાસી ટ્રેનો રોકાઈ ગઈ છે. મનાઈ રહ્યુ છે કે આઝાદ હિંદ એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરી રેલવે ટ્રેકને ઉખાડવામાં આવ્યો હતો. પરંતુ નક્સલી પોતાના ઈરાદામાં સફળ થઈ શક્યા નહોંતા. કોઈ પણ ટ્રેનને આ ઘટનાથી નુકસાન થઈ શક્યુ નહોંતુ
હકિકતમાં નક્સલીયોના સફાયા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પ્રહાર પર નક્સલીયો વિરોધ કરી રહ્યા છે. નક્સલીયોએ આજે 26 એપ્રિલે ભારત બંધ બોલાવ્યુ છે . રેલવે ટ્રેકને ઉડાડવાની સૂચના બાદ સ્થળ પર જિલ્લા પોલીસ, આરપીએફની સાથે સાથે રેલવેના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળની તપાસ કરાઈ રહી છે. અને રેલવે ટ્રેકનું સમારકામ જલ્દીથી કરી ટ્રેનો ફરી ચલાવવામાં આવશે.
જાણકારી મુજબ રાતના સવા 2 વાગે લોટાપહાડ સ્ટેશનમા માલગાડીના એક ડ્રાઈવરે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ બાદે રેલ ચાલકેની આની માહિતી ચક્રધરપુર રેલ મંડળ હેડ ઓફિસને આપી હતી. રાતે તપાસમાં ખબર પડી કે લાઈન રેલવે ટ્રેકને લોટાપહાડ અને સોનુઆ સ્ટેશનની વચ્ચે નક્સલીયોએ બોમ્બથી ઉડાડ્યો.
સુરક્ષાના કારણોસર ચક્રધરપુર રેલ મંડળે લોટાપહાડ સોનુઆ સ્ટેશનથી પસાર થનારી તમામ ટ્રેનોના પરિવહનને રોકી દીધી છે. જેનાથી હાવડા મુંબઈ રેલ ખંડમાં 5 કલાકથી ટ્રેનોની આવનજાવન ઠપ પડી છે. અનેક પ્રવાસી ટ્રેનો ટાટાનગર, સિની, ચક્રધરપુર, સોનુઆ, ગોઈલકેરા, મનોહરપુર અને રાઉરકેલામાં રોકી દેવામાં આવી છે.